October 31st 2008

રહેમ નજર

                               રહેમ નજર

તાઃ૧૦/૧૦/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
શેરડી ગામ પર પડી દ્રષ્ટિ ત્યાં પરમાત્માની રહેમ મલી
જ્યોત જગાવી કૃપા કરી ત્યાં સાંઇબાબાની જ્યોત જલી
                               ….. આતો અલ્લાની રહેમ નજર થઇ

પ્રેમ દીસે ને પ્રેમ મળે જ્યાં માનવ જીવન સંગાથ ફરે
આવતા મળતા જગતજીવોનું ઉજ્વળજીવન મહેંકી રહે
હૈયાથી નીરખી હામ મળે ત્યાં મનડાં પ્રેમથી  દીપી ઉઠે
નાતજાતનો ના સથવારો કોઇને શેરડી ગામે પ્રેમે મળે
                                …..આતો અલ્લાની રહેમ નજર થઇ

સંત શેરડીના સાંઇબાબા જે પ્રેમથી સૌમાં સમાઇ ગયા
ના કહે હિન્દુ કોઇ કે ના કોઇ મુસ્લીમ કે કોઇ ઇસાઇ
પ્રેમથી સૌમાં વસી ગયા અલ્લાહ, ઇસુ ને રામકૃષ્ણ
બાબાએ દીધી ભક્તિ પ્રેમની ના જેમાં ના સ્વાર્થ દીસે
                            ….. આતો અલ્લાહની રહેમ નજર થઇ.

=========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment