November 1st 2009

ભક્તિની લગની

                  ભક્તિની લગની

તાઃ૧/૧૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અણસાર દીઠો ભક્તિનો,જ્યાં ઉજ્વળ જીવન થાય
પવિત્રપ્રેમ મળે માબાપનો,ને જીવને શાંન્તિ થાય
                            ……..અણસાર દીઠો ભક્તિનો.
બાળપણની બારાખડીમાં,ભક્તિનો કક્કો મળી જાય
ભણતર સંગે ચણતર ચાલે,ત્યાં પાવન જીવનથાય
મળતી માયા દ્વારે દ્વારે,ના જીવથી અળગીએ થાય
પરમેશ્વરની કૃપા પામતા,દુર જીવથીએ ભાગી જાય
                            ……..અણસાર દીઠો ભક્તિનો.
સંસારનો સંગાથ રહે જીવે,ને ભાઇભાંડું પણ હરખાય
સાર્થક જન્મ જીવનો કરવાને, પ્રભુ ભક્તિ પ્રેમે થાય
લગનીલાગે મનથી રામની,જે ભક્તિથીજ ઓળખાય
મૃત્યુમાં પણ મહેંક મળે,જ્યાં ભક્ત જલાસાંઇ ભજાય
                            ……..અણસાર દીઠો ભક્તિનો.
અંતરથી જ્યાં પ્રકટે પ્રેમ,ના જગના મળે કોઇ વ્હેમ
મનનીશાંન્તિ ને માનવતાએ,આજીવન ખીલી જાય
સદા સાથ રહે ભક્તિનો,ત્યાં માનવતા મહેંકી જાય
ઉજ્વળ માનવ જન્મ થતાં,ના અવનીએ ફરી મળે
                               ……..અણસાર દીઠો ભક્તિનો.

$$$$$$$=======//////////////———-###########

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment