November 27th 2009

ભક્તિનો આનંદ

                        ભક્તિનો આનંદ

તાઃ૨૬/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમંદિરના બારણા ખોલતાં,હૈયે અનંત આનંદ થાય
સંતજલાસાંઇની સેવા કરતાં,જીવે ભક્તિ ઉજ્વળ થાય
                      ……….મનમંદિરના બારણા ખોલતા.
પ્રભાતનીમીઠી લહેર પામતા,જીવને શાંન્તિ મળી જાય
હૈયે ટાઢક મેળવી લેતા,કુદરતનીકૃપા ત્યાં વરસી જાય
પંખીનાકલરવને માણી,પુષ્પની મીઠીમહેંક આવી જાય
જીવજગતને શાંન્તિમળતા,જીવન સુખીસુખી થઇ જાય
                      ……….મનમંદિરના બારણા ખોલતા.
ભક્તિ ગીતોની પાવનવાણી,માનવદેહ ને સ્પર્શી જાય
મનુષ્ય જીવન સાર્થક લાગતા,પવિત્ર જીવ છે હરખાય
કરુણાનાવરસાદની વેળામાં,મહેંક પુષ્પપાંદડે મળીજાય
આગમનનો ના અણસાર રહે,પણ અંત સુધરી જ જાય
                     ……….મનમંદિરના બારણા ખોલતા.

**************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment