January 6th 2011

વિરપુરના જલારામ

 

 

 

 

 

 

 

 

 

                   વિરપુરના જલારામ

તાઃ૬/૧/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ વિરપુરના જલારામ,તમારી શ્રધ્ધાતો અપરંપાર
તમે ઉજ્વળ કર્યો અવતાર,લઈ વિરબાઇમાનો સાથ
                            ………..ઓ વિરપુરના જલારામ.
અન્નદાનની કેડી બતાવી,તમે દીધો જીવનમાં સંકેત
લગની લગાવી ભક્તિની,ત્યાંમળી ગયો પ્રભુનો પ્રેમ
ઉજ્વળ કુળને રાહમળી,ને પાવન વિરપુર ભુમીબની
મહેનત સંગે ભક્તિ કરતાં,પ્રભુને ભીખ માગવી પડી
                           …………ઓ વિરપુરના જલારામ.
સુખદુઃખ તો સંસારની કેડી,ના કોઇથી એઆધી જાતી
કુટુંબના સહવાસમાં,જીવને પાવન કર્મો કરવાપડતા
આવી આંગણે ભીખ માગે,ના કોઇને કોઇએ ઓળખ્યા
મુક્તિદ્વારને ખોલતા જીવો,સ્વર્ગના સુખનેમાણી લેતા
                           …………ઓ વિરપુરના જલારામ.

**************************************

January 4th 2011

પાગલપણ

                             પાગલપણ

તાઃ૪/૧/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતી કોની છે કેટલી જગમાં,ના કોઇથીય પરખાય
માનવતાની મહેંક મેળવવા,દેહે પ્રભુ કૃપા શોધાય
                  …………મતી કોની છે કેટલી જગમાં.
મોહમાયાની સંગેરહેવા,જીવનમાં ઘણુંબધું ખોવાય
દેખાવની દુનીયામાં રહેવા,માબાપનેય તરછોડાય
કળીયુગનીકેડી દેખાયનિરાળી,જો દેહ જકડાઇ જાય
મૃત્યુ પહેલાં મરી જાય દેહ,ના કોઇથીય બચાવાય
                   ………..મતી કોની છે કેટલી જગમાં.
અલૌકિક અપેક્ષા દેહની,જે કઈકેવી તેનાથીપરખાય
ઉજ્વળ જીવનને રાહમળે,જે ભક્તિ થકીજ મેળવાય
ના સમજે જે માનવી મન,તેને પાગલપણ કહેવાય
નિરર્થકબને માનવજન્મ,જીવ અવગતે ચાલ્યો જાય
                    ……….. મતી કોની છે કેટલી જગમાં.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‌*+_(+_+)_+_)()_+_+_)_)()__++_)_)()_+_++()

January 4th 2011

અંગ બદલે રંગ

                         અંગ બદલે રંગ

તાઃ૪/૧/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમર કહે હું સાચી જ છું,જગમાં સૌએ મને છે વાંચી
સમય આવતા ચાલે સંગે,એ જ મારો સાચો છે રંગ
                            ………..ઉંમર કહે હું સાચી જ છું.
ઘોડીયે ઝુલતા નાનાદેહને,મળે માતા પ્રેમની જ્યોત
ભીનુ કોરુને પારખી લેતાંજ,ઝુલણા ઝુલાવે મા અનેક
બાળપણ છોડી પગલી માંડતાં,સમજણનો લાગે સંગ
સોપાન લેતાં જીવને,માયા છુટી મળે મહેનતનો રંગ
                           …………ઉંમર કહે હું સાચી જ છું.
લાકડી હાથનોટેકો બનતાં,જીવનમાં શોધે દેહ સંતાન
આધાર બને જ્યાંલાકડી,ત્યાં અંગનો બદલાય છે રંગ
આંખો કહે હું ઉંમર વાળી,સમજી વિચારી પગલુ જાણી
જન્મ સફળની જોવી દોરી,પ્રભુ ભક્તિએ મળેછે એવી
                            ………..ઉંમર કહે હું સાચી જ છું.

++++++++++++++++++++++++++++++++

January 3rd 2011

મળેલ સંબંધ

                         મળેલ સંબંધ

તાઃ૩/૧/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મૃત્યુ સૌ કોઇ માણે,ના જાણે એ સહવાસ
કુદરતની આ એક લીલા,જે સંબંધથી મેળવાય
                    ……..જન્મ મૃત્યુ સૌ કોઇ માણે.
જન્મનુ બંધન દેહ જાણે,જે કર્મનું બંધન કહેવાય
મળે માનવદેહ જીવને,જે સત્કર્મોથીજ ઓળખાય
માનવતાનીમહેંક મળતાંજ,જીવનો ઉધ્ધાર થાય
મુક્તિકેરા દ્વાર ખુલતાં,જીવથી પ્રભુ પ્રેમ મેળવાય
                     ……..જન્મ મૃત્યુ સૌ કોઇ માણે.
પ્રાણી પશુનો દેહ મળતાં,અહીં તહીં દેહ ભટકાય
ભુખ તરસને મેળવતાં,જગમાં આધારને શોધાય
કેવી કરૂણતા આ દેહની,ના જાગૃત કદી રહેવાય
સહવાસ મળતા શાંન્તિમળે,જે દેહ છુટતાં દેખાય
                      ……..જન્મ મૃત્યુ સૌ કોઇ માણે.

================================

January 2nd 2011

સાંઇને શરણે

                           સાંઇને શરણે

તાઃ૨/૧/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેર થતાં પરમાત્માની,માનવ જીવન મળી ગયું
પાવન કરવા રાહમળી,ને સાંઇબાબાનું શરણુ થયું
                       …………મહેર થતાં પરમાત્માની.
ભક્તિ ભાવની જ્યોત ન્યારી,જો જીવનમાં દેખાય
મળે સંસ્કારનો સાથ જીવને,જન્મ સફળ થઈ જાય
શરણુ લીધુ સાંઇબાબાનું,ત્યાં દેહને સાચીરાહ મળી
માનવતાની મહેંકથીતો,પાવનકર્મની જ્યોત લીધી
                        ………..મહેર થતાં પરમાત્માની.
શ્રધ્ધાનો શણગાર મળતાં તો,ના વ્યાધી જીવને રહી
મણકા માળાના હાથથી ફરતાં,સાંઇનામની ધુનમળી
ઉજ્વળ પ્રભાત પારખી લેતાં,સાંઇબાબાની કૃપાલીધી
પાવન પ્રેમની જ્યોત લેતાં,જન્મ સફળની રાહ મળી
                        …………મહેર થતાં પરમાત્માની.

************************************

January 1st 2011

થઈ ગયું

                             થઈ ગયું

તાઃ૧/૧/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં,હૈયુ મારું ભરાઇ ગયું
આવી ગયો વિશ્વાસ  જીવનમાં,જન્મસફળ થઇ ગયો
                     ……….મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં.
મોહમાયાના બંધન છુટતાં,મનને શાંન્તિ મળી ગઈ
તારું મારુંને દુરજ કરતાં,સધળું જીવનમાં મળી ગયું
આશા છોડતાં અપેક્ષાની ભઈ,આશીર્વાદે વરસીગયું
મળીગયો પ્રેમ પરમાત્માનો,સાચી ભક્તિ કરી લીધી
                     ……….મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં.
બંધ આંખે સ્મરણ કરતાં,ખોટી અપેક્ષાઓ ભાગી ગઈ
સંતાનને સંસ્કાર મળતાં,માબાપની માગણી ના રહી
તનને રાહત મનને શાંન્તિ,જીવન સંગે મળીજ ગઈ
જલાસાંઇની ભક્તિ સાચી,જન્મ સફળ આ થઈ જશે
                    ………..મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં.

===============================

January 1st 2011

જલાસાંઇને વંદન

                     જલાસાંઇને વંદન

તાઃ૧/૧/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન પામી લેવા,કરું જલાસાંઇને વંદન
પ્રભાતે ભક્તિ કરી લઈને,સદા કરું નામનું સ્પંદન
                  ……….ઉજ્વળ જીવન પામી લેવા.
જલારામની શ્રધ્ધા સાચી,જે મનમાં રાખી તાજી
અન્નદાનની રીત ન્યારી,થઈ જાય છે જીવો રાજી
ભક્તિદોર બતાવી સાચી,જે થાય નિર્મળ મનથી
આવે ખુદ પરમાત્માજ દ્વારે,મનથી થાય વિનંતી
                  ……….ઉજ્વળ જીવન પામી લેવા.
સાંઇબાબા તો  હતા પ્રેમાળુ,સૌ ભક્તોને પ્રેમ દેતા
ના ભેદભાવની ચાદરરાખે,નિર્મળઆંખે સૌને જોતા
અલ્લાઇશ્વર એક બતાવી,જીવન ઉજ્વળ એ કરતા
ભોલાનાથની દ્વ્રષ્ટી હતા એ,બાબા બાબા સૌ કહેતા
                …………ઉજ્વળ જીવન પામી લેવા.
જલારામે જ્યોત દીધી ભક્તિની,સાંઈબાબાએ પ્રેમ
માનવ જન્મ સાર્થક કરવાને,ના રાખવો કોઇ વ્હેમ
મળશે માયા વણ માગેલી,જીવને જન્મ ત્યાં વળગે
ભક્તિ કરતાંજ છુટશે દેહ,હશે જ્યાં જલાસાંઇની ટેક
                 …………ઉજ્વળ જીવન પામી લેવા.

*********************************

« Previous Page