April 28th 2011

ભક્તિ માર્ગ

 

 

 

 

.

.

.

.

                            ભક્તિ માર્ગ

તાઃ૨૮/૪/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની ભક્તિ કરતાં,કૃપાએ અન્નદાન સહવાય
સાંઇબાબાનું શરણું લેતા, કૃપાળુ ભોલાનાથ હરખાય
                     ………..જલારામની ભક્તિ કરતાં.
નિત્ય સવારે ઉઠતાં ઘરમાં,જય જલારામ સંભળાય
આંખ ખોલતાં હથેળી મધ્યે,મા અંબાના દર્શન થાય
ઘરમાં ગુંજતા ભક્તિ ગીતથી,અનંત કૃપા મેળવાય
અંતરમાં મળતી આ મહેંક નિરાળી,પાવન કર્મ થાય
                    ………….જલારામની ભક્તિ કરતાં.
અવનીપર દેહ ધરીને,અવતારી જીવન જીવી ગયા
વિરપુર શેરડી ધામબનાવી,ધરતી પાવન દઇ ગયા
જલારામના સ્મરણ માત્રથી,જીવનેશાંન્તિ મળી ગઇ
સાંઇબાબાની અલખ વાણીથી,જન્મમરણ ટળી ગયા
                     ………….જલારામની ભક્તિ કરતાં.

<><><><><><><><><><><><><><><><><>

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment