સાધના કલાની
.
.
.
.
. 
.
.
.
સાધના કલાની
તાઃ૨૮/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને મળતો જગમાં પ્રેમ,ના રહેતો તેમાં કોઇ વ્હેમ
કલાદેવીની કૃપા થતાં,મને મળતો પ્રેમ ઘડી ધડી
અણસાર છે મને ધણોબધો,જે યાદ જીવનમાં બની
                       …………. મને મળતો જગમાં પ્રેમ.
કલાકારની કલા નિરાળી,જગમાં મુકી જાય છે યાદ
ભુતકાળ ના બની રહે એ,જે કૃપા માતાની કહેવાય
કલાની કેડી લીધીજીવનમાં,જે કોઇથીય ના ભુલાય
હ્યુસ્ટન હોય કે હરદ્વાર દેશમાં,સાધના કલાની થાય
                         …………મને મળતો જગમાં પ્રેમ.
કલાની સાંકળ હાથમાં રાખતાં,પ્રેક્ષક સૌ ખુશ થાય
મનની મુંઝવણ ભાગેદુર,જ્યાં સાચીકલા પીરસાય
સ્વપ્નુ છે એમ લાગે સૌને,પણ સ્વપ્નુ ના કહેવાય
પ્રસંગ મળતાં આઅનેરો,મારે હૈયે પણ આનંદથાય
                         …………મને મળતો જગમાં પ્રેમ.
==================================
      બોલીવુડના પ્રસિધ્ધ અભીનેત્રી હેમા માલિની હ્યુસ્ટનમાં પધારેલ
તે પ્રસંગે મારી દીકરી દીપલ સાથે  આ તસ્વીર મારી વિનંતી સ્વીકારતાં
લીધી હતી.
