December 22nd 2011

કળીયુગી કર્મ

…………………કળીયુગી કર્મ

તાઃ૨૦/૧૨/૨૦૧૧…………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાળા કામ કરવા નહીં,ના નામ બદનામ થાય
સુડી વચ્ચે સોપારી આવતાં,એતો કપાઇ જાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.
મોહમાયાને નેવે મુકતા,આ જીવન ઉજ્વળ થાય
ના કાયાને માયા વળગે,ના તકલીફોય મેળવાય
જીવન નૈયા ચાલતી ઉજ્વળ,કીર્તીઓ મળી જાય
પ્રેમનીસાચી રાહ મળતાં,નાઆધીવ્યાધી અથડાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.
કામણગારી કાયા થાય,જ્યાં નીતિ અનીતિ થાય
માર પડતાં કુદરતનો,વ્યર્થ માનવ જીવન થાય
મારી તમારી કેડી મુકતાં,જલાસાંઇની કૃપા થાય
જીવનેમળેલ માનવદેહે,આ જન્મસફળ થઈજાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.

============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment