February 1st 2012

લઈ લીધી

…………………લઇ લીધી

તાઃ૧/૨/૨૦૧૨ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

લઈ લીધી જ્યાં પ્રેમની કેડી,મળી ગયો સૌનો સંગાથ
ઉજ્વળજીવન માણીલેતાં,મને મળીગઈ કરુણા અપાર
. …………………………………લઈ લીધી જ્યાં પ્રેમની કેડી.
જીવનનીઝંઝટ ભાગેદુર,નિખાલસ સ્નેહ જ્યાં મેળવાય
શીતળતાની સાંકળ મળતાં,પાવન જીવન થતુ દેખાય
ના મોહની કોઇ ઇચ્છા રહેતી,કે ના માયા વળગી જાય
પામર દેહને મળે પ્રેમ પ્રભુનો,જે જન્મ સફળ કરીજાય
. ………………………………….લઈ લીધી જ્યાં પ્રેમની કેડી.
કદમ કદમની નાની કેડી,જીવનને એતો સાચવી જાય
એકટકોર મેળવતા દેહને,સારા જીવનને એ વેડફીજાય
સમજણની એક નાની સમજ,કર્મ પાવન થતાં દેખાય
મળે શાંન્તિ દેહને સાચી,ત્યાં જલાસાંઇનુ સ્મરણ થાય
. ………………………………….લઈ લીધી જ્યાં પ્રેમની કેડી.

===============================