February 11th 2012

જયશ્રી રામ

                 જયશ્રી રામ

તાઃ૧૧/૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભક્તિપુરને પકડી ચાલતાં,જીવને રાહ મળી જાય
કૃપાની કેડી પાવન મળતાં,જન્મસફળ થઈ જાય
              ……………….ભક્તિપુરને પકડી ચાલતાં.
ભાવના રાખી ભક્તિ કરતાં,ના આફત કોઇ અથડાય
સાચી ભક્તિની રાહ એવી,જે સંતની  કેડી દઈ જાય
સંસારનો રાખી સહવાસ,જ્યાં અંતરથી ભક્તિ થાય
જલાસાંઇની ભક્તિ નિરાળી,જેને જગતમાં છે પુંજાય
               ………………ભક્તિપુરને પકડી ચાલતાં.
પિતાનો મેળવી પ્રેમ જીવનમાં,દેહે પુત્ર તારણહાર
સીતાજીએ સંસ્કાર સાચવી,પતિનો કીધો સહવાસ
વાણી વર્તનને સાચવી લેતાં,પવિત્ર જીવન થાય
કળીયુગની કેડીને છોડવા,પરચાઓ જગમાં દેવાય
                 …………….ભક્તિપુરને પકડી ચાલતાં.

===============================