February 14th 2012

શક્તિ ભક્તિની

……………….શક્તિ ભક્તિની

તાઃ૧૪/૨/૨૦૧૨ ………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

શક્તિ મારી ભક્તિની છે,જીવને સદગતિએ દઈ જાય
માનવી જીવન સાર્થકકરવા,સાચી પ્રેરણા આપી જાય
……………………………………………શક્તિ મારી ભક્તિની છે.
નિર્મળમોહ ને પ્રીતપ્રભુથી,જે પાવનપગલાં દઈ જાય
આધી વ્યાધીને આંબી ચાલે,એજ ભક્તિપ્રીત કહેવાય
સમજણ સાચી શ્રધ્ધાથી આવે,ને મતીય ના ભટકાય
શક્તિનોસહવાસ રહેજીવનમાં,નિર્મળભાવના મેળવાય
……………………………………………શક્તિ મારી ભક્તિની છે.
કરેલ કામની માયા મુકતાં,સફળતા જીવનથી સંધાય
જલાસાંઇની સાચી ભક્તિએ,નિર્મળપ્રેમ જગે મેળવાય
ભક્તિની શક્તિ છે નિરાળી,જગતનેય એ આંબી જાય
સંકટનો નાસંકેત મળેદેહને,જીવને પ્રભુકૃપામળી જાય
……………………………………………શક્તિ મારી ભક્તિની છે.

==========================================