સમજણ કેટલી
…………………… સમજણ કેટલી
તાઃ૪/૨/૨૦૧૨ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની ચાલતી કેડીએ,સાથ સુખદુઃખનો મેળવાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં ડગલુ સમજીને ભરાય
. ……………………………………….જીવનની ચાલતી કેડીએ.
કર્મબંધન તો જીવને સ્પર્શે,ના જગે કોઇથીય છટકાય
વાણીવર્તન છે સમજણનીસીડી,જેદેહ સંગે ચાલીજાય
મળી જાય માબાપનો પ્રેમ,જે પ્રભુ કૃપાએ મળી જાય
સમજણસાચી મનનેમળતાં,જીવના બંધન છુટતાજાય
. ………………………………………..જીવનની ચાલતી કેડીએ.
દેખાવની આદુનીયા છુટે,ને પ્રેમ જગતમાં મળી જાય
સાથઅને સંગાથમળતાં,જીવનમાંકામ સરળપણ થાય
પ્રેમનીવર્ષા સદા વરસે,જ્યાં માન સન્માનને સમજાય
શાન્તિનોસહવાસ મળેજીવનમાં,ને સુખસાગર ઉભરાય
. ………………………………………..જીવનની ચાલતી કેડીએ.
==============================