February 7th 2012

સખીનો સાથ

…………………….સખીનો સાથ

તાઃ૭/૨/૨૦૧૨ ………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

સખી તારા સહવાસથી,મને મળેલી માયા છુટી ગઈ
સાચી સમજણ મળી જતાં,મારી જીંદગી સુધરી ગઈ
………………………………………સખી તારા સહવાસથી.
નિર્મળ તારો પ્રેમ મળ્યો,ત્યાં માનવતા મળતી થઈ
કદીકકદીકના માયાના વાદળથી,મુક્તિ મળતી ગઈ
સંગ ને તારો સાર્થક લાગ્યો,જ્યાં સમજણઆવી ગઈ
જન્મોજન્મના કર્મ બંધન,જીવથી કડીઓ છુટતી ગઈ
……………………………………….સખી તારા સહવાસથી.
અભિમાનનિ આંગળી છુટી,ને માયા પણ છટકી ગઈ
તારા પ્રેમની કેડી નિરાળી,મારી જીંદગી પાવન થઇ
મર્કટમનને ચાપટપડતાં,જીવનનીરાહ બદલાઇ ગઈ
અતુટબંધન જગનાછુટતાં,તારોઆભાર માનતી થઇ
………………………………………સખી તારા સહવાસથી.

****************************************

February 7th 2012

આવેલ પ્રેમ

………………….આવેલ પ્રેમ

તાઃ૭/૨/૨૦૧૨ ………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે આવી પ્રેમ મળતાં,મારા મનને શાંન્તિ થઇ
કુદરતની કૃપાનુ વાદળ વરસતા,ભક્તિ સાચી થઇ
……………………………………………………આંગણે આવી પ્રેમ મળતાં.
આજકાલનો વિચાર કરતાં,જીવના વર્ષો વિત્યા ભઈ
મનની વિચાર હેલીરહેતાં,પામર માયા વળગી ગઈ
મળશે મળશેની એક લાલચે,આ ઉંમર વધતી ગઈ
ભોલેનાથની ભક્તિ કરતાં,આવેલ પ્રેમ મળ્યો ભઈ
……………………………………………………આંગણે આવી પ્રેમ મળતાં.
શીતળસ્નેહની સાંકળમળતાં,આ જીંદગી સુધરી ગઈ
અપેક્ષાનીકેડી છોડતાં મને જલાની જ્યોત મળી ગઈ
પ્રેમ મળે અંતરનો લાયકાતે,ત્યાં ઝંઝટ ભાગી ગઈ
શ્રધ્ધાનો જ્યાં સાથ મળે,ત્યાંજ પાવન જીંદગી થઈ
……………………………………………………આંગણે આવી પ્રેમ મળતાં.
મળે દેહને જ્યાં સાચીરાહ,ત્યાં જીવને કેડી મળીગઈ
પકડીચાલતાં પળેપળને,ત્યા જલાસાંઇની કૃપા થઈ
સંસારના બંધનને પકડતાં,કર્મના બંધન છુટ્યા ભઈ
ઉજ્વળ જીવનનીકેડી એવી,જે સાચાપ્રેમને લાવેઅહીં
…………………………………………………..આંગણે આવી પ્રેમ મળતાં.

((((((((((((((((((((((((((((((()))))))))))))))))))))))))