February 18th 2012

સંતોષની સીડી

………………….સંતોષની સીડી

તાઃ૧૮/૨/૨૦૧૨ ………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

જરૂરથી વધારે મળતાં જીવનમાં,વ્યાધીઓ વધતી ગઈ
એકમાંથી જ પરાણે છુટતાં,નામાગે અનેક આવતી થઈ
.. . ……………………………………..જરૂરથી વધારે મળતાં જીવનમા
શીતળ જીંદગીનીરાહ મળીતી,ને સ્નેહની સાંકળ જીવને
અજબ શાંન્તિ મળતી આવીને,જે ઉજ્વળ જીવન કરતી
ના વ્યાધી કે ના કોઇ ઉપાધી,ના તકલીફ ક્યાંય પડતી
મસ્તમઝાની લાગે જીંદગી,જ્યાં ભક્તિરાહ જીવે મળતી
.. .. .. ………………….. ……….જરૂરથી વધારે મળતાં જીવનમાં.
કળીયુગની જ્યાં કેડી દીઠી,ત્યાંજ માયા આવીને વળગી
આ લઉ તે લઉની કાતર પડતાંજ,જરૂરીયાત ઉભી થતી
મોહ દેખાવ સામે આવતાં,મનની બુધ્ધિ અહીતહીં ફરતી
સંતોષની સીડી છુટતાં જીવનમા,આફતો આવીને મળતી
.. .. .. ……………………………જરૂરથી વધારે મળતાં જીવનમાં.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$