આફતોની વર્ષા
………………….. આફતોની વર્ષા
તાઃ૧૬/૨/૨૦૧૨ ………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
જરૂરથી વધારે મળતાં જીવનમાં,ઝંઝટ વધતી ગઈ
સાચવણીની સમજ ના પડતાં,મોંકાણો મળતી ગઈ
. …………………………………..જરૂરથી વધારે મળતાં જીવનમાં.
મોહમાયાના વાદળ વળગતાં,ના સમજણ સાચી થઈ
જે આવે તે માગણી કરતાં જ,બુધ્ધિ નેવે મુકાઇ ગઈ
આ જોઇએ કે તે જોઇએ પ્રેરાતા,મનમાં મુંજવણ થઇ
અંતેકાંઇ સમજ ના આવતાં,આફતોની વર્ષા થઈગઈ
. ………………………………….જરૂરથી વધારે મળતાં જીવનમાં.
લાલચલોભ મનમાંજાગે,મનની સમજણ ત્યાંથી ભાગે
એક કદમને ના સાચવતાંજ,બીજે પડતાં થાપડ વાગે
સમય સાચવી આંગળીને પકડતાં,શાંન્તિને સચવાતી
કૃપાનીચાદર ઓઢતાંજીવને,સંસ્કારે શીતળતા મળતી
. …………………………………જરૂરથી વધારે મળતાં જીવનમાં.