February 13th 2012

વસંતના વધામણા

………………….વસંતના વધામણા

તાઃ૧૩/૨/૨૦૧૨ …………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,ને દેહ પણ ઉજ્વળ થાય
વસંતને વધામણા દેતા અંતરથી,કુદરતની કૃપા થઈ જાય
……………………………………………..શાંન્તિનો સહવાસ મળે જીવનમાં
નિર્મળ ભાવનાને ભક્તિ સંગે,જીવનમાં માનવતા મહેંકી જાય
આંગણે આવી મળે પ્રેમ સૌનો,જે જીવને પવિત્રરાહ દઈ જાય
મોહ માયાના વાદળ છુટે,ને જીવે જલાસાંઇની કૃપા થઈ જાય
ભક્તિ પ્રેમનો સંગ મળે જીવને,જ્યાં વસંતના વધામણા થાય
……………………………………………..શાંન્તિનો સહવાસ મળે જીવનમાં.
મહેર પ્રસરે અવનીએ પરમાત્માની,ત્યાં સ્વર્ગસુખ મળી જાય
મંદવાયરે મહેંક મળે જીવનમાં,જે સાચા ભક્તિભાવે મેળવાય
સુખદુઃખની ચાદરને છોડવા જીવે,વસંતનાવધામણા થઈજાય
ઉજ્વળકેડી જીવનમાંમળતાં,સાચુ સંસારીસુખ પણ મળી જાય
………………………………………………શાંન્તિનો સહવાસ મળે જીવનમાં.

=========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment