March 22nd 2012

આગળ કે પાછળ

.                         આગળ કે પાછળ

તાઃ૨૨/૩/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ આવતી કાલ છે,અને પાછળ ગઈ ગઈકાલ
સમજી વિચારી ચાલતાં આજે,ભુતકાળ ભુલાઇ જાય
.                                 ………………..આગળ આવતી કાલ છે.
ઉંમરના પકડાય કોઇથી, કે ના કદી કોઇથીય છટકાય
કુદરતની આ સરળ છે લીલા,ના કોઇનાથીય પકડાય
માનવ મનને મહેંક મળે,જ્યાં વાણી વર્તનને સચવાય
ઉજ્વળ આવતી કાલ મળે,ને ના અપેક્ષા ક્યાંય રખાય
.                                 ………………..આગળ આવતી કાલ છે.
ભુતકાળના બ્રહ્મમાં રહેતાં,સુખ સાગર છટકી જ જાય
દુઃખના વાદળ વરસતા દેહે,જીવનમાં ત્રાસ મળી જાય
પ્રભાત પારખી પુંજન કરતાં,જેમ દીવસ ઉજ્વળ થાય
આવતીકાલનો વિચાર લેતાં,દેહે ભુતકાળ ભુલાઇ જાય
.                              ……………………આગળ આવતી કાલ છે.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment