January 6th 2013

માગણી કે લાગણી

.                 માગણી કે લાગણી

તાઃ૬/૧/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથીમળે ને ક્યારેમળે,ના કોઇ જીવને કદી સમજાય
લાયકાતની કેડી જીવનમાં,સાચી શ્રધ્ધાએ મળી જાય
.                    ………………..ક્યાંથી મળે ને ક્યારે મળે.
સંતાન કદી ના કરે માગણી,માબાપનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન જીવીલેવા,આશીર્વાદની વર્ષા થઈ જાય
થયેલભુલ સંતાનની જીવનમાં,માબાપનેદુઃખ દઈ જાય
તોય લાગણી નાછુટે સંતાનથી,એ દેહનાબંધન કહેવાય
.                 …………………..ક્યાંથી મળે ને ક્યારે મળે.
લાગણી અંતરથી ઉભરે,સાચી માનવતા એ સ્પર્શી જાય
કોઇપણ જીવનેમળે લાયકાતે,ના દેહનાસંબંધ અડી જાય
ઉંમરને ના આવી સ્પર્શે કદીયે,એતો સમયને જકડી જાય
મળેપ્રેમ નિખાલસતાએ જીવે,આવી શાંન્તિ એ આપીજાય
.                    …………………..ક્યાંથી મળે ને ક્યારે મળે.

################################

January 5th 2013

પ્રભુના ચરણે

.                      .પ્રભુના ચરણે

તાઃ૫/૧/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમને પકડી ચાલતાં,સૌરીનભાઇ  હરખાય
પટેલ બ્રર્ધસમાં પુંજા કરતાં,ભક્તિ પ્રેમને સચવાય
.             ………………….ભક્તિ પ્રેમને પકડી ચાલતાં.
પુંજન અર્ચન પ્રેમથી કરતાં,જીવે પ્રભુકૃપા થઇ જાય
પ્રેમથી ગ્રાહકને આવકારતાં,ધંધો પણ ઉજ્વળ થાય
શ્યામભાઇ કહો કે સૌરીનભાઇ,એ એક જ શેઠ કહેવાય
નામની ચિંતા છોડી ચાલતાં,તેમનો પ્રેમજ મળી જાય
.                 ……………….ભક્તિપ્રેમને પકડી ચાલતાં.
જ્યોત પ્રેમની ભક્તિ સંગે,માનવતાય  મહેંકાવી જાય
રોમાબેનનો સાથ મળતા જીવે,ઉજ્વળ પ્રેમ મળી જાય
નિખાલસતાને સંગે રાખતા,કુદરતની અપારકૃપા થાય
લાગણી મોહને માયા છુટતાં,સાચી ભક્તિ પ્રેમથી થાય
.             …………………..ભક્તિપ્રેમને પકડી ચાલતાં.

***********************************************************
.          .સુગરલેન્ડના પટેલ બ્રર્ધસ સ્ટોરમાં દરરોજ સવારે પ્રભુની પ્રાર્થના દીવો અગરબત્તી
કરી શ્રી સૌરીનભાઇ દુકાન ખોલી ગ્રાહકને આવકારે છે.અમદાવાદથી આવી તેમણે સાચવેલ
સંસ્કાર એ પ્રભુની કૃપાને પાત્ર હોઇ ખુબ જ સારો વેપાર કરે છે.તેમને તેમના વિશ્વાસને માન
આપતા માતાની કૃપાએ લખાયેલ આ કાવ્ય તેમને યાદગીરી રૂપે અર્પણ કરું છું.
પ્રેમથી સ્વીકારશો.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)                   ૫/૧/૨૦૧૩        શનીવાર

January 4th 2013

માની મમતા

.                     .માની મમતા

તાઃ૪/૧/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની વર્ષા થાય જીવનમાં,જ્યાં સંસ્કારને સચાવાઇ જાય
માની મમતા પ્રેમ પિતાનો,એ સંતાનની સફળતા થઈજાય
.                       …………………પ્રેમની વર્ષા થાય જીવનમાં.
જીવને મળતા જન્મ અવનીએ,માબાપના બંધનથી બંધાય
મળે માનો પ્રેમ સંતાનને,ત્યાંજ જીવનમાં સંસ્કાર મળી જાય
ઉજ્વળ જીવનનીરાહ મળે જગે,એજ તેની લાયકાત કહેવાય
વડીલને કરતાં વંદન જીવનમાં,પ્રભુની અનેક કૃપા થઈ જાય
.                     …………………..પ્રેમની વર્ષા થાય જીવનમાં.
પ્રેમ પિતાનો સંતાન પર વર્ષે,જ્યાં પાવન રાહ જીવે પકડાય
મહેનત મનથી કરતાં જીવનમાં,સાચી સફળતા મળતી જાય
મોહમાયાને દુર રાખતા જીવને,સિધ્ધીના સોપાન મળી જાય
આશીર્વાદની સાચીકેડી મળતાં,માબાપને અનંતઆનંદ થાય
.                     …………………..પ્રેમની વર્ષા થાય જીવનમાં.

====================================

January 3rd 2013

પાવન પગલા

.                .પાવન પગલા

તાઃ૩/૧/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનુષ્ય જીવન તો મહેનત માગે,ના કોઇનાથીય છટકાય
શીતળતાતો સંગે આવે,જ્યાં ઘરમાં પાવન પગલા થાય
.            ………………….મનુષ્ય જીવન તો મહેનત માગે.
દેહ મળતા જીવને અવનીએ,જીવ કર્મબંધનથી  બંધાય
શાંન્તિ આવીને સંગ રહે જીવની,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
નિર્મળતાનાવાદળ વર્ષે જીવ પર,નેસાચીશ્રધ્ધા પકડાય
મળીજાય કૃપા કુદરતનીજીવને,આ જન્મસફળ થઈ જાય
.              …………………મનુષ્ય જીવન તો મહેનત માગે.
જીવને મળેલ માર્ગને જોતા,ઘરમાં ભક્તિ સાચી પ્રેમે થાય
મંદીર મસ્જીદથી દુર રહે માનવ,તોય પ્રભુ કૃપા મળી જાય
સાચા સંતના પાવન પગલે,તો દેહનું ઘર પવિત્ર થઈ જાય
સંત જલાસાંઇનો પ્રેમ મળતા,જીવને રાહ સાચી મળી જાય
.              …………………..મનુષ્ય જીવન તો મહેનત માગે.

.*****************************************

January 2nd 2013

ધીરજના ફળ

.                 ધીરજના ફળ

તાઃ૨/૧/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધાનો જ્યાં સાથ રહે,ત્યાંજ સમયને સમજાય
નિર્મળતાને સંગે રાખતા,ઉજ્વળ જીવન જીવાય
.               …………………શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
પરમાત્માએ દીધેલ કેડી,જન્મ મળતા મેળવાય
સમજણનો સંગાથ લેતા,જીવને રાહ મળી જાય
નિર્મળતાનો સંગ મળે,ને પાવન કર્મ થતા જાય
ઉજ્વળ જીવન જીવતાં,સંત જલા સાંઇ હરખાય
.              ………………….શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
મેં કર્યુ ની માયા છુટતાં,આ જન્મ સફળ થઇ જાય
ભક્તિસાચી મનથી કરતાં,કૃપા પરમાત્માની થાય
આવી આંગણે પ્રભુ રહે,એ સાચી લાયકાત કહેવાય
અંતરમાં થયેલા આનંદ,એ મુક્તિ માર્ગે લઈ જાય
.              …………………..શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
ઉતાવળે અંધકાર મળે,ના કોઇ જીવથીય છટકાય
શીતળતાનો સંગ રાખતાં,માનવતાય મહેંકી જાય
અંતરની ઉર્મીને છોડતા,જીવને ધીરજ આપી જાય
ધીરજના ફળ સરળતા લાવે,જે ઉત્તમ કર્મ કહેવાય
.                  ……………….શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
===========================

January 1st 2013

૧-૧-૧=૩

.                            ૧-૧-૧=૩

તાઃ૧/૧/૨૦૧૩                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેવી આ માનવીની કેડી અવનીએ,જ્યાં એક એક એક મળી જાય
સમજીને જીવનમાંએ ગણતાં,નારાહ કોઇ કડવી દેહને મળી જાય
.                        …………………..કેવી આ માનવીની કેડી અવનીએ.
એક જ સાચી કેડી પકડી જીવનમાં,માનવી જો જીવન જીવી જાય
સમયે સમયે સંગે રહેતા માનવીને,સરવાળે શાંન્તિ જ મળી જાય
વર્ષે વર્ષે વાટને બદલતા જીવનમાં,નાસારું પરિણામ મળતુ જાય
અંતે દુઃખનો દરીયો જ દેખાય,જ્યાં ના કોઇ સફળતા મળતી જાય
.                       ……………………કેવી આ માનવીની કેડી અવનીએ.
આધી વ્યાધી તો સૌને સ્પર્શે,પણ એકજ કેડીને પકડી બચી જવાય
ત્રણ ઘણીએ હિંમત આપે જીવને,ના કોઇ તકલીફ આવી મળી જાય
સરળતાનોસંગ પણ રહે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇનીકૃપા થાય
મોહમાયાના વાદળ પણ છુટે,જ્યાં માનવીની પવિત્ર જીંદગી થાય
.                      ……………………..કેવી આ માનવીની કેડી અવનીએ.

++++++++++++++++++++++++++++++++++++

« Previous Page