January 19th 2013

ભીની આંખ

.                       .ભીની આંખ

તાઃ૧૯/૧/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે આ કરામત,જીવ સુખદુઃખમાં સંધાય
મળતાસ્પર્શ દેહને અવનીએ,જીવ તેનાથી બંધાય
.                   …………………કુદરતની છે આ કરામત.
કર્મ બંધન જીવને પકડે,જે અવતાર આપતો જાય
નિર્મળતાનો સંગ રાખતાં,જીવન સરળ મળી જાય
મળેલમાયા જીવનમાં,કદીક ભીની આંખ કરી જાય
સાચી ભક્તિનોસંગ રહેતા,હર્ષના આંસુ છલકીજાય
.                  ………………….કુદરતની છે આ કરામત.
મળે દેહને કેડી અનેક જીવનમાં,ના કોઇથી છટકાય
સહન કરીને જીવતાં,જીવનો માર્ગ સરળ થઈ જાય
મળે માર્ગ આડો જો જીવને,દુઃખે આંખો ભીની થાય
ના સાથ મળે સંગાથીઓનો,ત્યાં મનમાં ચિંતા થાય
.                     ………………..કુદરતની છે આ કરામત.

=================================

January 18th 2013

પાવન પ્રભાત

.              .પાવન પ્રભાત

તાઃ૧૮/૧/૨૦૧૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવને મહેર પ્રભુની,જ્યાં પાવન પ્રભાત મળી જાય
સુખશાંન્તિ ને કૃપા મળતા,જીવનો જન્મ સફળ થઈ જાય
.                        ………………..મળે જીવને મહેર પ્રભુની.
અવનીપરનુ આગમન,એતો કર્મના બંધનથી જ મળી જાય
સરળ જીવનમાં સંગાથ મળતા,જીવ સદમાર્ગે ચાલ્યો જાય
મોહમાયાનીકેડી છુટતા જીવને,સાચોભક્તિમાર્ગ મળી જાય
ઉજ્વળ પ્રભાતને પારખી લેતાં,મળેલ જીવન પાવન થાય
.                      …………………મળે જીવને મહેર પ્રભુની.
સુર્યોદયની પ્રથમ કિરણે,જીવને પાવન દ્રષ્ટિય મળી જાય
સહવાસ મળતા સંગાથીઓનો,જીવને સાચીરાહ મળીજાય
અજબલીલા અવીનાશીની જગે,ના માનવમનને સમજાય
ભક્તિ કેરી નિર્મળ કેડીમળે,જીવનો દેહથી સંબંધ છુટી જાય
.                    …………………..મળે જીવને મહેર પ્રભુની.

**********************************************

January 17th 2013

શુભેચ્છાદીન

.                  .શુભેચ્છાદીન

તાઃ૧૭/૧/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય પકડે છે આંગળી દેહની,ત્યાં જ ઉંમર વધતી જાય
યાદ આવતા જન્મદીનની,જીવનો શુભેચ્છાદીન કહેવાય
.                  ………………… સમય પકડે છે આંગળી દેહની.
જન્મ મળ્યો અવનીએ ૧૭મીએ,એ જન્મદીન ઉજવાય
વર્ષો વર્ષના વહેણા એ જ તો,દેહની ઉંમર થઈ કહેવાય
નામ મળ્યુ શકુબેન કુટુંબમાં,એ યાદ અમારી થઈ જાય
મોટીબેનની લાયકાત મળતાં,તેમને પ્રેમથીવંદન થાય
.                  ………………… સમય પકડે છે આંગળી દેહની.
લાગણી સ્નેહ ને સંબંધ સચવાતા,નિર્મળ જીવન જીવાય
ભાઇબહેનના સંબંધને સાચવતા,વર્ષોથી પ્રેમ મળી જાય
કરજો આશિર્વાદની વર્ષા,એજ પ્રદીપની ઇચ્છા થઈજાય
આવી દેજો પ્રેમ હ્ર્દયનો અમને,જે સુખ સાગર દઈ જાય
.                 …………………..સમય પકડે છે આંગળી દેહની.

+++++++++++++++++++++++++++++++++++++++++++++=
.                 .મારા પુજ્ય મોટીબહેન શકુબેનનો આજે જન્મદીવસ છે તો તેની યાદ રૂપે આ
લખાણ તેમને પ્રેમથી અર્પણ.
લી.તમારો ભાઇ પ્રદીપ તથા પરિવારના જય જલારામ સહિત Happy Birthday.

January 16th 2013

સુવર્ણ પ્રભાત

.                       .સુવર્ણ પ્રભાત

તાઃ૧૬/૧/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કીર્તી કેરા વાદળ ધુમતા,જગે દેહ પર સન્માન વર્ષી જાય
સફળતાનો સંગાથ મળતા,જીવનમાં સુવર્ણ પ્રભાત થાય
.                          ………………..કીર્તી કેરા વાદળ ધુમતા.
કરેલ કામની કેડી ન્યારી,જીવનમાં કામ સફળ થઈ જાય
કુદરતની કૃપા મળે અન્જાની,સાચી શ્રધ્ધાએ મળી જાય
જ્યોત પ્રેમની પ્રગટતા જીવનમાં,સૌનો સાથ સંગી થાય
ઉજ્વળતાનો સાથ રહેતાજ જીવનમાં,પ્રભાત પ્રગટી જાય
.                       …………………..કીર્તી કેરા વાદળ ધુમતા.
મનથી કરેલ મહેનતસંગે,સફળતાની કેડીઓ મળતી જાય
નિર્મળ ભાવે કેડી પકડતાં,કુદરતનો સાથ જીવે મળી જાય
અનેક બાધાઓ છેદી જીવ,સફળતાના સોપાન પામી જાય
જલાસાંઇનો સંગ મળતા જીવ,એ વ્યાધીઓથી છટકી જાય
.                       ……………………કીર્તી કેરા વાદળ ધુમતા.

**************************************************

January 15th 2013

કીર્તી કેરા વાદળ

.                  .કીર્તી કેરા વાદળ

તાઃ૧૫/૧/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અપેક્ષાઓને આઘી મુકીને,અભિમાનને જ્યાં ત્યજાય
મળી જાય કીર્તીના વાદળ,ત્યાં આજીવન મહેંકીજાય
.                 ……………….અપેક્ષાઓને આઘી મુકીને.
માનવ જીવન મળે અવનીએ,સરળ જીવન સમજાય
મિથ્યા માયા મોહ છોડતાં,પાવનકર્મ જીવનમાં થાય
ભક્તિકેરો સરળ માર્ગ,જલાસાંઈનીકૃપાએ મળી જાય
મુક્તિના એંધાણ મળે જીવને,જે દેહના વર્તને દેખાય
.              ………………….અપેક્ષાઓને આઘી મુકીને.
સ્નેહની સાચીરાહ મળતાં,જીવને અનંત આનંદથાય
મળેલ દેહને પ્રેમના દરીયે,ઉજ્વળ ભાવિ મળી જાય
કરેલકામની કદરઅનોખી.કીર્તી કેરા વાદળ દઈજાય
સાચી શ્રધ્ધા મનથીકરતાં,જીવે સુખ સાગર છલકાય
.            ………………….  અપેક્ષાઓને આઘી મુકીને.

+++++++++++++++++++++++++++=

January 13th 2013

કળીયુગી કળી

.                     કળીયુગી કળી

તાઃ૧૩/૧/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળી મળે જો વૃક્ષની,ખાતરથી વૃક્ષ ખીલી જાય
મહેંક પ્રસરે અવનીએ ફુલની,સૌને શાંન્તિ થાય
.                     ………………..કળી મળે જો વૃક્ષની.
કુદરતની આ સીધી કેડી,જે સરળતાથી સમજાય
ના આંટીઘુટીનો સંબંધ એને,સમજદારને દેખાય
સમય પારખી કેડી લેતાં,જીવન સરળ થઈ જાય
માયામિથ્યા બની જતા,કળીયુગથી બચી જવાય
.                   ………………….કળી મળે જો વૃક્ષની.
કળી કળીયુગની દેખાય ન્યારી,ના કોઇથી છટકાય
સમજી વિચારીને ચાલતોજીવ,આફતથી બચી જાય
મનને શાંન્તિ મળે ભક્તિથી,જ્યાં કળી કોવાઇ જાય
ઉજ્વલ જીવન જીવનુ બનતાં,જન્મસફળ થઇ જાય
.                   ………………….કળી મળે જો વૃક્ષની.

++++++++++++++++++++++++++

 

January 13th 2013

અંધકારને વિદાય

                  .અંધકારને વિદાય

તાઃ૧૩/૧/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મની કેડી વાંકી મળતા,જીવનમાં અંધકાર છાયી જાય
પામર જીવને ના સમજણ રહેતા,કળીયુગ વળગી જાય
.                           ………………..કર્મની કેડી વાંકી મળતા.
જન્મ મળે જીવને અવનીએ,ત્યાં કર્મબંધનથી એ બંધાય
સગા સંબંધીની સ્નેહી સાંકળે જ, જીવ અવનીએ ભટકાય
મોહમાયાની કાતર ચાલતાં,જીવનો સુખસાગર છુટી જાય
મનની શાંન્તિ માળીયે મુકાતા,દુઃખની કેડીજ મળતી જાય
.                         ………………….કર્મની કેડી વાંકી મળતા.
ઉજ્વળરાહ મળે ત્યાં જીવને,જ્યાં સાચીભક્તિ પ્રેમથી થાય
અંધકારના વાદળ દુર જતા થાય,જ્યાં જલાસાંઇને ભજાય
મળે પરમાત્માની કૃપા જીવને,જે મુક્તિ માર્ગ બતાવી જાય
અંત આવતા દેહનો અવનીએ,સ્વર્ગનાદ્વાર પણ ખુલી જાય
.                        …………………..કર્મની કેડી વાંકી મળતા.

================================

January 12th 2013

લઇને આવ્યો

.                     .લઈને આવ્યો

તાઃ૧૨/૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

લઈને આવ્યો પ્રેમ જગતમાં,જીવને શીતળતા દઈ જાય
માનવતાની મહેંકના સંગે,જીવને સુખ શાંન્તિ મળી જાય
.                         ………………લઈને આવ્યો પ્રેમ જગતમાં.
ભક્તિ કેરો સંગ રાખતાં જીવનમાં,ના મોહમાયા અથડાય
લાગણી સ્નેહને દુર રાખતાં,જીવનમાં સત્યતાને સમજાય
મોહમાયાની હેલી કળીયુગી,જીવ જગે અહીં તહીં ભટકાય
કર્મના બંધન જીવે વળગી રહેતાં,જન્મમરણ જીવે બંધાય
.                     ………………..લઈને આવ્યો પ્રેમ જગતમાં.
કૃપાપ્રભુની મળતાંજીવને,સંત જલાસાંઇની રાહ મળી જાય
ભક્તિની એજ કેડી છે નિરાળી,જે સાચી માનવતા દઈ જાય
નિર્મળ જીવની રાહ બને જ્યાં,ત્યાં પાવન કર્મ ભુલથી થાય
અંત દેહનો જ્યાં આવે જગે,જીવને મુક્તિ માર્ગ મળી  જાય
.                      …………………લઈને આવ્યો પ્રેમ જગતમાં.

++++++++++++++++++++++++++++++++++++

January 12th 2013

જકડે કે પકડે

                    .જકડે કે પકડે

તાઃ૧૨/૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે મોહ અવનીએ,પકડથી નાકોઇથી છટકાય
પ્રભુ ભક્તિના સાચા સંગે,જીવને સુખ શાંન્તિ મળી જાય
.                    …………………જીવને જકડે મોહ અવનીએ.
દેખાવનો દરીયો વિશાળ કળીયુગે,સમજદારને સમજાય
રાહ સાચી મેળવતા જીવનમાં,સાચો કિનારો મળતો જાય
વિટંમણાની વ્યાધીઓના સંગે,જીવ અવનીએ જ ભટકાય
અંત ના આવે આફતનો,જ્યાં કળીયુગની હવા મળી જાય
.                    …………………જીવને જકડે મોહ અવનીએ.
મોહની કેડીઓ મળતાં કળીયુગમાં,આફતો આંતરી જાય
મારાતારાની સાંકળ મળતાં,જગતમાં બંધન વધતાજાય
એક તકલીફનો અંત આવતાં જ,બીજી આવીને અથડાય
કળીયુગી આ પકડ એવી,જે જીવને અવનીએ જકડી જાય
.                     …………………જીવને જકડે મોહ અવનીએ.

======================================

January 7th 2013

ન્યારી કેડી

.                   . ન્યારી કેડી

તાઃ૭/૧/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સાચી સાચવી ચાલતાં,જીવન નિર્મળ થાય
ઉજ્વળતાના વાદળઘેરાતા,આજન્મસફળ થઈ જાય
.            ………………..સમજણ સાચી સાચવી ચાલતાં.
લાકડીને પકડી ચાલતો માનવી,ડગલાને નિરખી જાય
ના તકલીફની કેડી મળે,જ્યાં ડગલુ સંભાળીને ભરાય
સમજણનો સંગાથરહેતાં,જીવને ન્યારી કેડી મળી જાય
અજબ કૃપા અવિનાશીની,જે માનવીને સમયે સમજાય
.          ………………….સમજણ સાચી સાચવી ચાલતાં.
મનથી મહેનત ભણતરમાં કરતાં,સોપાન મળતા જાય
સફળતાના સોપાન મેળવતા,જ્ઞાન જ્યોત પકટી જાય
લાયકાત પારખી રાહ મળતા,ઉજ્વળ જીવન થઇ જાય
મળે માન અને સન્માન જગે,એ જ ન્યારી કેડી કહેવાય
.           …………………સમજણ સાચી સાચવી ચાલતાં.

==================================

« Previous PageNext Page »