February 11th 2013

કુદરતની કાતર

.                    કુદરતની કાતર

તાઃ૧૧/૨/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે કાતર નિરાળી,ના કોઇ જીવથી છટકાય
કર્મ વર્તનની કેડી વાંચતા,કુદરતી ઝાપટ પડી જાય
.                 …………………..કુદરતની છે કાતર નિરાળી.
મોહમાયાની ચાદર છુટતાં,જીવેનિર્મળ રાહ મળી જાય
જીવને મળેલ કર્મના બંધન,સાચી ભક્તિએ છુટી જાય
મળેલ માયા કાયાને સ્પર્શે,ત્યાં આજીવન વેડફાઇ જાય
અહીં તહીંની સમજ છુટતાં,જીવ જન્મ મરણથી બંધાય
.                  …………………..કુદરતની છે કાતર નિરાળી.
મળે દેહ અવનીએ જીવને,એ વાણી વર્તનથી જ સંધાય
જીવન ઉજ્વળ કરવા કાજે,સાચી ભક્તિ જીવથી પકડાય
આવી આંગણે કૃપામળેપ્રભુની,લાયકાત જીવની કહેવાય
મુક્તિમાર્ગના દ્વાર ખુલતાં,જીવ કર્મનાબંધનથી છુટી જાય
.                   …………………..કુદરતની છે કાતર નિરાળી.

=================================

February 10th 2013

લીલા કરતારની

.                . લીલા કરતારની

તાઃ૧૦/૨/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતી વ્યાધી લઇ આવે ઉપાધી,જીવન વેડફાઇ જાય
શાંન્તિ શાંન્તિ શોધતા જીવનમાં,મુંઝવણો વધતી  જાય
.        ……………….આવતી વ્યાધી લઇ આવે ઉપાધી.
નિર્મળ રાહ ના મળે જીવને,ત્યાં અશાંન્તિ આવી જાય
સુખની શોધતાસીડી જીવનમાં,નામાર્ગ કોઇ મેળવાય
લાગણી પ્રેમને પકડી ચાલતાં જ,દુઃખસાગર છલકાય
નારાહ સાચી મળે જીવને,ત્યાં જીવને અકળામણ થાય
.       …………………આવતી વ્યાધી લઇ આવે ઉપાધી.
નિર્ધનને ધનવાન કરે કળીયુગ,ને રાજા અપંગ થાય
કરતારની છે આ અજબલીલા,એ ભક્તિમાર્ગે દુરજાય
સાચી ભક્તિ મનથી કરતાં,જગે માનવતા મહેંકી જાય
કુદરતની કાતરથી બચે, જ્યાં જલાસાંઇની કૃપા થાય
.          ……………….આવતી વ્યાધી લઇ આવે ઉપાધી.

============================

February 6th 2013

પરમ કૃપા

.                  .પરમ કૃપા

તાઃ૬/૨/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ કૃપા પરમાત્માની,સાચી ભક્તિ એજ મળી જાય
આધી વ્યાધી ને આંબે જગે,એજ સાચી શ્રધ્ધા કહેવાય
.                       …………………પરમ કૃપા પરમાત્માની.
માળાના હાથમાં ફરતા મણકા,જણાય ભક્તિનો દેખાવ
ના શાંન્તિ મનનેમળે જીવનમાં,કે નારાહ કોઇ મેળવાય
માગણી પરમાત્માથી શાંન્તિની,તોય ના આફત રોકાય
મુક્તિ કેરા માર્ગને પામવા જીવને,મુંઝવણ મળતી જાય
.                        …………………પરમ કૃપા પરમાત્માની.
સંસારી સરગમનીકેડી મળતાં,જીવનેસરળતા મળતીજાય
કર્મબંધન સાચવી ચાલતા,જલાની પરમ કૃપા મળી જાય
મારુ તારુની લાલચ છુટતાં,સાંઇબાબાની કૃપાય મેળવાય
અંતઆવે દેહનો અવનીથી,ત્યાં જીવને મુક્તિ માર્ગ દેખાય
.                        ………………….પરમ કૃપા પરમાત્માની.

==============================

 

February 6th 2013

કુદરત

.                           .કુદરત                              

તાઃ૬/૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ હવાનો સંગ મળતા,જીવનમાં શાંન્તિ મળી ગઈ
અગમનિગમના ભેદ જોતા,જીવને કુદરત સમજાઇ ગઈ
.                       ……………….શીતળ હવાનો સંગ મળતા.
અવનીપર છે કુદરતની દ્રષ્ટિ,પ્રસંગથી  એ પરખાઇ ગઈ
જીવને મળેલ જન્મ જગત પર,કર્મની કેડીય પકડાઇ ગઈ
માનવ દેહની પરખ પ્રભુની,જે  સાચી રાહને આપતી થઈ
અસીમ કૃપા કુદરતની મળતા,જગે માનવતા મહેંકી ગઈ
.                       ……………….શીતળ હવાનો સંગ મળતા.
આંધી ક્યારે આવે અવનીએ,ને જાય ક્યારે આવતી વ્યાધી
કુદરતની આ અદભુત લીલા,ના જગતમાં કોઇએ છે જાણી
પરમ કૃપાળુ છે પરમાત્મા,જે સાચી ભક્તિએ કૃપાથઈ જાય
સંતની સાચીભક્તિ પ્રગટે,જ્યાં જીવથી રાહ સાચી પકડાય
.                     ……………….. શીતળ હવાનો સંગ મળતા.

+++++++++++++++++++++++++++++++++

February 4th 2013

વિશ્વાસનો સાથ

.                    .વિશ્વાસનો સાથ

તાઃ૪/૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજીલે મનથી તુ શ્રીરામ,તારા સરળ થશે સૌ કામ
મળશે જીવનમાં તને સાથ,તારી પુરણ કરશે આશ
.                   …………………ભજીલે મનથી તુ શ્રી રામ.
મીરાંબાઇની માયા ભક્તિની,ઉજ્વળ બની પ્રભાત
શ્રધ્ધારાખી પ્રભુ સ્મરણતાં,મળ્યો જીવે મુક્તિ સાથ
પાંડવોના સાર્થી બનતાં,તીરે કર્યા કૌરવોને મહાત
મહાભારતનીગાથા ઉજ્વળ,કૃષ્ણેકરી દીધી અપાર
.                    …………………ભજીલે મનથી તુ શ્રી રામ.
સુખ દુઃખની સાંકળને તોડે,જ્યાં મળે છે ભક્તિની ઢાલ
વિશ્વાસરાખી એક જ ટેકે જીવતાં,શ્રીરામસીતા હરખાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જ્યાં નિર્મળ શ્રધ્ધા હોય
મુક્તિમાર્ગની કેડી મળતાં,જીવનાજન્મમરણ છુટી જાય
.                   ………………….ભજીલે મનથી તુ શ્રી રામ.

**************************************

February 3rd 2013

 

.

 

 

 

 

 

.

 

.

.

.

.

.                        .ૐ

તાઃ૩/૨/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ૐ શબ્દના સ્મરણ માત્રથી,જીવને અનંત શાંન્તિ થાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
.                …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.
ગૌરીનંદનના છે એ પિતા,ને માતા પાર્વતીના ભરથાર
ત્રિશુલધારી જગમાં પ્રસરતાં,ભક્તોનોએ કરેછે ઉધ્ધાર
ભુતપલીત ભડકીનેભાગે,નાકોઇ મેલીશક્તિની તાકાત
શરણુલીધુ જ્યાં ભોલેનાથનું,ત્યાંમુક્તિમાર્ગ મળી જાય
.               ………………….ૐ શબ્દના સ્મરણ માત્રથી.
એક જ શ્વાસે ૐ સ્મરતાં,શરીરમાં ઉજ્વળ સ્પંદન થાય
મનને મળતી શાંન્તિના સંગે,મળેલ જન્મ સાર્થક થાય
તારણહારી છેઅવિનાશી,અવનીએ અનેકરૂપે એ દેખાય
શ્રધ્ધાનુ છે શરણુસાચું,ત્યાં જીવનેપાવનરાહ મળી જાય
.                …………………ૐ શબ્દના સ્મરણ માત્રથી.

===============================

February 2nd 2013

બગલાની બારાત

 

 

 

 

 

.
.

.                         .બગલાની બારાત

તાઃ૨/૨/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

બગલાની બારાત આવી,છાપરે આવી રાહ જુએ છે અહીં
ક્યારેઆવે વધુ ઘરમાંથી,વરરાજાતુરત આવીજાય તહીં
.                                 …………………બગલાની બારાત આવી.
આતો લીલા પરમાત્માની,નામાનવીને કંઇ સમજાય અહીં
ઘર સંસારની શીતળ કેડી,પતિપત્નીથી મળી જાય છે ભઈ
જીવનોસંબંધ દેહથી જ છે,ના માનવી પશુપક્ષી ઓળખાય
મળેલ દેહના સંબંધ છે જગતમાં,જે વરવધુથી જ સહેવાય
.                                   …………………બગલાની બારાત આવી.
સંતાન જીવનની કેડી બને ,જે માબાપને જીવનમાં સમજાય
સમયની ચાલમાં સંગેચાલતાં,ક્યારે મળેલ જીવન પુરૂ થાય
કુદરતની છે આ કરૂણા ન્યારી,ભક્તિનો સંગ રાખતાં પકડાય
બારાતઆવે માનવીની કે બગલાની,નાકોઇ ફરક કંઈદેખાય
.                                    …………………બગલાની બારાત આવી.

++++++++++++++++++++++++++++++++++++

February 1st 2013

આવ્યા આંગણે

 

 .

.                    .આવ્યા આંગણે

તાઃ૧/૨/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ લેવા,લીધો પ્રેમે ભક્તિનો સાથ
આવ્યા માડી આંગણે આજે,દેવા જીવને મુક્તિનો હાથ
.                  …………………ઉજ્વળ જીવનની રાહ લેવા.
અનેકરૂપે મા અવનીએ આવી,કૃપા પામ્યા જીવ અનેક
સફળ જન્મની સરળ કેડીએ,જીવને  શાંન્તિ દઈને હેત
નિર્મળતાનો સંગ રાખતાં,ના આધી વ્યાધીય અથડાય
ભક્તિપ્રેમની સરળકેડીએ,મા તારી કૃપા જીવપર થાય
.                  ………………….ઉજ્વળ જીવનની રાહ લેવા.
ધુપદીપની અર્ચન સંગે, માડી આંગણે કંકુ ચોખા મુકાય
આવજે વ્હેલી ભક્તિ સ્વીકારી,જીવે સુખ શાંન્તિ સહેવાય
માડી તારા ચરણસ્પર્શથી,મારું આ ઘર પવિત્ર થઈ જાય
મુક્તિમાર્ગના દ્વાર ખુલતાં,જીવથી જન્મ મરણ છુટી જાય
.                    …………………ઉજ્વળ જીવનની રાહ લેવા.

=====================================

« Previous Page