પધારો આજ
. .પધારો આજ
તાઃ૯/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે ધુમતી નારી જુએ છે વાટ,પ્રેમથી હ્યુસ્ટન પધારો આજ
નવરાત્રીની આ નવલી રાત,ઉજ્વળ કરો માડી ધુમીને સાથ
.               ………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
ગરબે ધુમવા તાલ પડે,ત્યાં માડી તારી કૃપા અપરંપાર મળે
આવી હ્યુસ્ટન મા મહેંર કરો,ઉજ્વળ જીવનને સાચી રાહ મળે
વહેલા વહેલા પ્રેમથી પધારી,ગરબામાં નારીઓને સાથ રહે
આપામર જીવને મુક્તિમળે મા,જ્યાં તારી પ્રેમની નજર પડે
.             …………………….ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
તાલીઓના તાલે બહેનો ધુમે,ને ડાંડીયા લઇને ઘુમે છે ભક્ત
પધારો પ્રેમે માડી જલ્દી આજ,રાહ જોઇને ગરબે ધુમે છે અહીં
સુખશાંન્તિના વાદળવરસે,જ્યાં માતાના પગલા પડે છે જઇ
ઘુઘરા વાગે ને ઝાંઝર પણ જણકે,કૃપા જ્યાં માડી તારી  થઈ
.               …………………..ગરબે ધુમતી નારી જુએ છે વાટ.
====================================
