દીપનો ઉજાસ
. .દીપનો ઉજાસ
. (દીવાળી)
તાઃ૧૧/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર,જેને દીવાળી કહેવાય
આસો માસે અમાસ ઉજવે,વર્ષનો આખરી દીન બનીજાય
.               …………………ગુજરાતીઓનો પવિત્ર  આ તહેવાર.
મઠીયા સુંવાળી અને ઘુઘરા,એ હિન્દુઓના આગમને  દેવાય
પ્રેમથી ખાઇને આનંદ માણો,એ જ સાચી માનવતા  કહેવાય
માનવતાની આ સાચી કેડી,જ્યાં નિર્મળપ્રેમથી આવકારાય
આજકાલને સમજીલેતા જીવનમાં,સાચીમાનવતા સચવાય
.                ………………….ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.
ગુજરાતીઓની ગરવીછે ગાથા,જગતમાં સંભારણા બનીજાય
ભારત દેશને ઉજ્વળરાહે દોરનાર,એ ગુજરાતીઓ જ કહેવાય
મનમક્કમ ને શ્રધ્ધા સાચીએ,માનવ જીવન પવિત્ર થઈ જાય
માનવતાની મહેંકપ્રસરાવતા,મળેલ આજન્મ સાર્થક થઈ જાય
.               …………………..ગુજરાતીઓનો પવિત્ર આ તહેવાર.
+++++++++++++++++++++++++++++++++++++
