November 10th 2013

જગતમાં પકડ

.                . જગતમાં પકડ

તાઃ૧૦/૧૧/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કઈ સાંકળ જીવને ક્યારે પકડે,નાકોઇથી જગમાં કહેવાય
અનુભવની એક જ કેડીએ જગતમાં,મળી જતા સમજાય
.                …………………કઈ સાંકળ જીવને ક્યારે પકડે.
પ્રેમની સાંકળ પકડે જીવને,ત્યાં અનંત આનંદ મળી જાય
નિર્મળતાના વાદળ વરસતા,આધીવ્યાધીઓ ભાગી જાય
માનવતાની મહેંક પ્રસરતા,કર્મની કેડીય સરળ થઈ જાય
નિખાલસપ્રેમની પકડ જગતમાં,આજન્મ સાર્થક કરી જાય
.               ……………………કઈ સાંકળ જીવને ક્યારે પકડે.
સાચી ભક્તિની પકડ મળતા જીવને,અનંત શાંન્તિ થઈજાય
મોહમાયાની ચાદર છુટતા,જલાસાંઇનો પ્રેમ પણ મળી જાય
આવી આંગણે જ્યાં કૃપા રહે પ્રભુની,દુઃખના ડુંગર ભાગી જાય
સત્યના નિર્મળ માર્ગે રહેતા,નાકોઇ મેલી શક્તિપણ અથડાય
.                ……………………કઈ સાંકળ જીવને ક્યારે પકડે.
લોખંડની સાંકળ પકડે દેહને,ના કોઇ હલન ચલન પણ થાય
જકડાયેલ આદેહને જીવનમાં,નાકોઇનો સાથપણ મળી જાય
દેખાવની દુનીયામાં મિત્રો ભાગે,નાઉમંગ કદી ક્યાંય દેખાય
મળેલજીવન વ્યર્થનામાર્ગે જતાં,ભીખારી થઈનેય નાજીવાય
.              ……………………..કઈ સાંકળ જીવને ક્યારે પકડે.

++++++++++++++++++++++++++++++++++++