November 23rd 2013

નદીના નીર

.                   નદીના નીર

તાઃ૨૩/૧૧/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કઈ નદીના કેવા છે નીર,દેહને સ્પર્શ થતાં સમજાય
કુદરતની આ અજબકૃપાએ,પવિત્ર નીરને પરખાય
.                 ………………. કઈ નદીના કેવા છે નીર.
માનવમનને મુંઝવણ અનેક,દેહ મળતા મળી જાય
સમજણનીસાંકળ નિરાળી,જીવનેકર્મથી મળી જાય
પવિત્ર પ્રેમની વર્ષાએ,મળેલ દેહ પવિત્ર થઈ જાય
મળેલ દેહ જીવને,પવિત્ર નદીના નીરે પાવન થાય
.                ………………..કઈ નદીના કેવા છે નીર.
કળીયુગની કતાર છે અનેરી,ભોળાઓ ભટકાઇ જાય
નિર્મળતાનો સંગ શોધવા,જલાસાંઇની ભક્તિ થાય
માનવતાની મહેંક પ્રસરતા જ,પવિત્રતા મળી જાય
અસીમકૃપા પ્રભુની થતાં,પાવન નીરની વર્ષા થાય
.            …………………..કઈ નદીના કેવા છે નીર.

=================================