February 18th 2014

આલોક પરલોક

.                 આલોક પરલોક

તાઃ૧૮/૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આલોકને ના પારખે માનવી,ના અવનીએ કાંઇ સમજાય
પરલોકને પામવા માનવી જગે, ભગવુ પહેરીને ભટકાય
.             ………………….આલોકને ના પારખે માનવી.
કુદરતની આ અસીમ લીલા,જીવનુ આવનજાવન થાય
દેહ લઈને જીવ ભટકે અવનીએ,કળીયુગી કાયા કહેવાય
સકળજગતના કર્તા પરમાત્મા,લાગણીમોહથી છુટીજાય
અવનીપરના આગમન છે એવા,જીવ કર્મબંધને બંધાય
.              ………………….આલોકને ના પારખે માનવી.
પરલોકમાં રહેતા જીવને,અખંડ અસીમ કૃપા મળી જાય
શ્રધ્ધારાખી કરેલ ભક્તિએ,જીવ જન્મમરણથી છુટીજાય
સ્વર્ગની શીતળ કેડી મળતા,ના મોહમાયા કદી ભટકાય
આલોક પરલોકના બંધનછુટતા,સ્વર્ગીય સુખ મળીજાય
.              ………………….આલોકને ના પારખે માનવી.
==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment