February 5th 2016

કોણ છે મારૂ

.                . કોણ છે મારૂ

તાઃ૫/૨/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો બંધન છે જગતથી,જે જન્મ મરણથી દેખાય
મળે દેહ જીવને ત્યાં કોણ મારૂ,ને કોણ તારૂ એ બંધાય
………..એ અજબલીલા અવિનાશીની,કર્મના બંધનથી સંધાય.
સરળજીવનમાં ના માગણી કોઇ,ના ચિંતા સ્પર્શી જાય
સમયની શીતળ કેડી દેહને,નિર્મળ જીવન આપી જાય
માનવજીવન નાસ્પર્શે જીવને,સાચી ભક્તિએ સમજાય
અપેક્ષાના વાદળ છુટે,ત્યાં જન્મની જ્યોત પ્રગટી જાય
………..એ અજબલીલા અવિનાશીની,કર્મના બંધનથી સંધાય.
સવારસાંજને સમજી જીવતા,ઉજ્વળ પ્રભાત મળી જાય
પ્રગટે ભક્તિજ્યોત જીવનમાં,શાંન્તિનો સાથ મળી જાય
આવીઆંગણે શ્રધ્ધારહે,ત્યાં જીવનેપાવનરાહ મળી જાય
સદાયસ્નેહના વાદળવરસતા,પવિત્રકર્મ જીવનમાંથાય
………..એ અજબલીલા અવિનાશીની,કર્મના બંધનથી સંધાય.

+++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment