February 8th 2016

સોમવતી અમાસ

bholenath

.                 .સોમવતી અમાસ

તાઃ૮/૨/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયને સમજી પકડી ચાલતા,નિર્મળ જીવન મળતુ જાય
ભક્તિપ્રેમનો સંગ રાખતા,જીવપર ભોલેનાથની કૃપાથાય.
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.
દુધઅર્ચના શિવલીંગે કરતા,સંગે ૐ નમઃ શિવાય સ્મરાય
અજબ શક્તિ શાળી એ દેવ,અવનીએ સ્મરણથી સમજાય
ગજાનંદ ગણપતિના પિતા,ને માતા પાર્વતીનાએ ભરથાર
પરમકૃપા મળે ભોલેનાથની,જ્યાં અંતરથીજ સ્મરણ થાય
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.
દેહ મળતા અવનીએ જીવને,કર્મબંધનની કેડી મળી જાય
પાવનરાહમળે જીવનેજગે,જ્યાં પ્રેરણા ભક્તિથી થઈજાય
અંતરમાં આનંદ મળે,ને જીવનમાં સત્કર્મોના બંધન થાય
પવિત્રદીવસને પારખીજીવતા,કૃપા ભોલેનાથની થઈજાય
…….એજ પવિત્ર દીવસ છે આજે,જેને સોમવતી અમાસ કહેવાય.

*******************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment