March 19th 2017
. .ઉગમણી પ્રભાત
તાઃ૧૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યદેવનુ આગમન અવનીએ,ઉજવળ પ્રભાત આપી જાય
જગતપર જીવતા જીવોને,મળેલ દેહથી સંધ્યાપ્રભાત દેખાય
......અજબ શક્તિશાળી સુરજદાદા,જીવોને પવિત્રરાહ આપી જાય.
મમતા છે માયાના બંધન,જે જીવને કરેલ કર્મથી સમજાય
પ્રેમપરમાત્માનો મળે દેહને,જ્યાં શ્રધ્ધાએ પુંજનઅર્ચન થાય
પાવનકર્મનીકેડી સ્પર્શેદેહને,જે નિર્મળભક્તિએ જ મેળવાય
અસીમકૃપા અવિનાશીની જગતમાં,સવારસાંજ આપી જાય
......અજબ શક્તિશાળી સુરજદાદા,જીવોને પવિત્રરાહ આપી જાય.
મળેલ માનવદેહ અવનીએ,પ્રભુકૃપાએ પાવનકર્મ કરી જાય
અંતરમાં નાકોઇ અભિલાષા સ્પર્શે,કેનાકોઇ મોહ મેળવાય
પ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃ બોલીને સુર્યદેવને અર્ચના થાય
મળેકૃપા અવિનાશીની જીવનમાં,જીવને મુક્તિરાહે દોરીજાય
......અજબ શક્તિશાળી સુરજદાદા,જીવોને પવિત્રરાહ આપી જાય.
==================================================
No comments yet.