November 27th 2009

મહેનતનું ફળ

                    મહેનતનું ફળ

તાઃ૨૭/૧૧/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી મહેનત કરતાં,કામ સફળ થઇ જાય
આવતી વ્યાધી દુરચાલે,જ્યાંઉપાધી ભાગી જાય
                     ………શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
મક્કમ મનને ભેંટ મળે,જ્યાં મહેનત લાગી જાય
પ્રેમથી કરતાં કામમાંજ ભઇ,સહવાસી મળી જાય
નારાયણનું સ્મરણ કરતાં,જેમ પ્રભુ કૃપા મેળવાય
સાચી શ્રધ્ધા પકડી રાખતાંજ,મહેનત સફળ થાય
                     ……….શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
એક બે ની નાટેવ રાખતાં,સધળા જ્યાં મળી જાય
ચલ ફટાફટ સાંભળી લેતાં,સૌ માનવ પણ હરખાય
સત્યતાનીસીડી પકડતાં,મનને મહેનત લાગીજાય
આવે ઉત્સાહની વેળા જ્યાં,પ્રેમ પણ ઉભરાઇ જાય
                     ………..શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
સાચી લાગણી ને સાચો સ્નેહ, આંગણે આવી જાય
મધુરમિલનની વેળામળે,જ્યાં સચ્ચાઇને સચવાય
કુદરતની દ્રષ્ટિ પડતાં,માનવજન્મ સફળ થઇજાય
ફળની આશા ના છતાં,માનવ મહેરામણ ઉભરાય
                     …………શ્રધ્ધા રાખી મહેનત કરતાં.

%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment