May 4th 2021

માબાપની કૃપા

***ભારતીય પિતા વિશે શ્રેષ્ઠ વસ્તુઓ શું છે? - Quora  

.          .માબાપની કૃપા

તાઃ૪/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સંતાનનો દેહ મળે માબાપના પ્રેમથી,જે અવનીપર દેહ આપી જાય
જીવને દેહ મળે કુટુંબમાં સંતાનથી,જે ગતજન્મે થયેલકર્મથી મેળવાય
....એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ સમયને સમજીને જીવન જીવી જાય.
પ્રેમમળે જીવનમાં માબાપનો સંતાનને,જે જીવનની પવિત્રકેડીએ દેખાય
સંતાનને જન્મથી દેહ મળે,જે બાળપણ જુવાનીથી સંગાથ મળતો જાય
દેહને સમયસંગે ચાલતા જીવનમાં,સૌ પ્રથમ ભણતરનીરાહ પકડી ચલાય
મળે માબાપની પવિત્રકૃપા સંતાનને,જે પ્રભુનીકૃપા મેળવવા પુંજન કરાય
....એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ સમયને સમજીને જીવન જીવી જાય.
માનવદેહના મગજને પ્રેરણા મળૅ ભણતરથી,જે અભ્યાસથીજ મળતો જાય
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની,જે સવારસાંજ પ્રભુની પુંજાથી મળીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનને વંદન કરતા,જીવનમાં પરમાત્માનો પ્રેમ મેળવાય
જીવના અવનીપરના જન્મમરણના સંબંધને,પ્રભુકૃપાથીજ મુક્તિ મળી જાય
....એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ સમયને સમજીને જીવન જીવી જાય.
###############################################################

 

May 3rd 2021

મળી કૃપા

શિવરાત્રી પર ભગવાન ભોલેનાથ ને ચડાવો આ વસ્તુ, થશે ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ - YouTube

.            .મળી કૃપા
 
તાઃ૩/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળી પવિત્રકૃપા શ્રી ભોલેનાથની,જે હિંદુધર્મમાં શંકર ભગવાન કહેવાય
શ્રધ્ધાભાવનાથી તેમની ભક્તિ કરતા,ભક્તોને જીવનમાં કૃપા મળી જાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
પરમ પવિત્ર શંકર ભગવાન છે,જે ૐ બમ બમ ભોલે મહાદેવથી પુંજાય
પિતા હિમાલયની દીકરી પાર્વતી,એ શંકરભગવાનની પત્નિથી ઓળખાય
પરમાત્માએ દેહ લીધા જન્મથી,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરી જાય
પવિત્ર સંતાન થયા માબાપના,જે ગણપતિ,કાર્તિક,અશોક સુંદરી કહેવાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
પવિત્ર શક્તિશાળી સંતાન થયા છે,ગણપતિને વિધ્નવિનાયકથી ઓળખાય
જગતમાંએ ભાગ્યવિધાતા કહેવાય,જે મળેલ માનવદેહનુ ભાગ્ય સુધારી જાય
હરહર મહાદેવથી શંકરભગવાનને વંદનકરતા,માતાપાર્વતીનીસંગેકૃપા મેળવાય
અજબકૃપાળુ શંકર ભગવાન છે,શીવલીંગ પર દુધ અર્ચના કરી વંદન કરાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
###############################################################

     

April 6th 2021

અંજનીના સંતાન

  Hanuman Stories, Birth of Hanuman, Birth of Maruthi, Anjani, Kasari ... | હનુમાનજીની જન્મકથા
.           .અંજનીના સંતાન

તાઃ૬/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
જયહનુમાન જયહનુમાન એ રામભક્ત,જે માતા અંજનીના લાડલા સંતાન
પિતા પવનદેવનાય પુત્ર જગતમાં,જે મહાવીર બજરંગબલીથીય ઓળખાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
પવિત્રદેહ મળ્યો માતા અંજનીની કૃપાએ,એ પવનદેવના પ્રેમથી જન્મીજાય
કુદરતની પાવનકેડી પકડી જીવનમાં,જે પ્રભુએ લીધેલદેહ શ્રીરામનો કહેવાય
અવનીપર આફતઅડીં શ્રીરામને,જે ભાઇ લક્ષ્મણને બેહોશ થતાજ સમજાય
પવિત્રશક્તિશાળી હનુમાને કૃપાકરી,જે ઉડીને સંજીવની લાવી બચાવી જાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
મળેલ માનવદેહથી જીવનમાં મદદકરી,એ રાજા દશરથના દીકરાથી મેળવાય
પવનદેવની કૃપા એ ઉડીને ગયા,જ્યાં શ્રીરામની પત્ની સીતાને શોધી લવાય
પરમાત્માએ ભારતમાં દેહ લીધો,જેમને મહાવીરનો સાથ જીવનમાં મળી જાય
હનુમાન શ્રીરામ,લક્ષ્મણને ઉડાવી લાવી,રાજા રાવણનુ એ દહનપણ કરી જાય
....એવા લાડલા દીકરા હતા,જે અજબશક્તિશાળી થઈ શ્રીરામને મદદ કરી જાય.
=================================================================

 

April 1st 2021

પ્રગટે ભક્તિ જ્યોત

*** જાણો જલારામ બાપાના એવા ચમત્કાર વિશે કે જેને જોઈને વિદેશીઓ પણ હલી ગયાં હતાં…… | Fearless Voice***

.          .પ્રગટે ભક્તિ જ્યોત 

તાઃ૧/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      
સંત જલારામે આંગળી ચીંધી જીવનમાં,જે જીવને ભક્તિ જ્યોત આપી જાય 
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે સમયેજ પવિત્રકર્મને કરાવી જાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
માબાપના પ્રેમથી ઠક્કર કુળમાં જન્મ લીધો,જે વિરપુરના જલારામ કહેવાય
પવિત્રરાહ મળી જીવનમાં પરમાત્મા કૃપાએ,એ મળેલદેહના વર્તનથી દેખાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,પાવનકર્મની ભક્તિ જ્યોત પ્રગટી જાય
પરમકૃપા પ્રભુની થતા પત્નિ વિરબાઈ મળ્યા,જે પતિની શ્રધ્ધામાંજ જોડાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
અવનીપર જીવના આગમને દેહને કર્મ મળી જાય,જે જન્મોજન્મથી મેળવાય
પાવનકૃપા થાય પરમાત્માની મળેલદેહપર,જે જલારામબાપાના કર્મથી દેખાય
માનવદેહને નિર્મળ ભાવનાથી મદદ કરતા,પડોશીને એ ઇર્શાથી દેખાઈ જાય
જલારામના જીવનમાં પરમાત્માની કૃપા,જે પત્નિ વિરબાઈના વર્તનથી દેખાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
=====================================================================
March 24th 2021

માતા અંજની સંતાન

  જાણો કઈ રીતે થયો હતો હનુમાનજી નો જન્મ, કોન હતા માતા અંજની..... - આપણી ખબર  
.         .માતા અંજની સંતાન

તાઃ૨૪/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમશ્રધ્ધાએ પ્રાર્થના કરતા,માતા અંજની સંતાન પ્રેરણા આપી જાય
પવિત્ર ભાવનાથી વંદન કરતા શ્રીરામને,બજરંગબલી હનુમાન કહેવાય
.....એવા લાડલા હનુમાજીનેનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય. 
સમયની સંગે ચાલતા જીવનમાં,પરમાત્મા શ્રીરામના લાડલા થઈ જાય
મળેલદેહ પર માતાની કૃપા મળતા,જીવનમા પરમશક્તિના દર્શનથાય
અયોધ્યામાં લીધેલ પવિત્રદેહ શ્રીરામનો,સંગે પત્ની સીતાજી મળી જાય 
સીતારામના લાડલા ભક્ત શ્રી હનુમાન,કૃપાએ પરમ શક્તિશાળી થાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
શ્રીરામના પત્નિ સીતાને ઉઠાવી જાય,જે લંકાના રાજા રાવણ કહેવાય
મળેલદેહમાં શ્રીરામને તકલીફપડી,જે ભાઈ લક્ષ્મણને બેહોશ કરી જાય
શ્રધ્ધારાખી હનુમાન ઉડીને,સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણને બચાવીજાય
નાકોઇ અપેક્ષા રાખી હતી,એ સીતાજીને શોધી રાવણનુ દહન કરીજાય
.....એવા લાડલા હનુમાનજીની માતા અંજની,સંગે પિતા પવનદેવ કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 2nd 2021

ગજાનન શ્રીગણેશ

News & Views :: ગણેશજીની આ 4 પ્રકારની મૂર્તિ ગણાય છે જાગૃત, પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ

,         .ગજાનન શ્રીગણેશ  

તાઃ૨/૩/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
માતા પાર્વતીના લાડલા સંતાન,હિંદુ ધર્મમાં ગજાનન શ્રીગણેશ કહેવાય
પવિત્રકૃપા પિતા શંકરભગવાનની મળી,જગતમાં ભાગ્યવિધાતા કહેવાય
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
શ્રીગણેશ શ્રીગણેશથી પુંજન કરતા,માબાપની કૃપાએ પ્રેરણા આપી જાય
ભક્તોના એ વ્હાલા ગજાનન કહેવાય,જે પવિત્રકર્મમાં નીમિત્ત બની જાય
મળેલ માનવદેહથી શ્રધ્ધાથી વંદન કરતા,રીધ્ધી સિધ્ધીની કૃપા મળી જાય 
અનંતશાંંતિ જીવનમાં મળી જાય,નામોહ માયા કે આફત કોઇ અડી જાય 
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
મળેલ માનવ જીવનમાં ધાર્મિક પ્રસંગે,શ્રી ગણપતિજીની પ્રથમ પુંજા કરાય
શ્રધ્ધાભક્તિને પારખી ગજાનન શ્રીગણેશની,ભક્તોપર પાવનકૃપા પણ થાય
માતાનીકૃપાએ શ્રીગણેશને,ભાઈકાર્તિક બહેન અશોકસુંદરીનો પ્રેમ મળીજાય
એવાવ્હાલા ગણેશ ભગવાનશંકર અને માતાપાર્વતીના સંતાનથીજ ઓળખાય 
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
#################################################################

	
February 9th 2021

શ્રી ગણેશ

Image result for શ્રી ગણેશ

.             શ્રી ગણેશ              

તાઃ૯/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

રિધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતા,જગતમાં ભોલેનાથના સંતાન કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપા મળતા,પવિત્ર વિઘ્નવિનાયકથી ઓળખાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,જે માતા પાર્વતીના સંતાનનો જન્મ લઈ જાય
ભાઈ કાર્તિક અને બહેન અશોકસુંદરીના,ભાઈથી પરિવારમાં ઓળખાય
પરમાત્માએ દેહ લીધો શ્રીશંકરથી,હિમાલયની પુત્રી પાર્વતી પત્ની થાય
હિંદુ ધર્મમાં જગતમાં શ્રીભોલેનાથ કહેવાય,જે પવિત્ર ગંગા વહાવી જાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
બમબમભોલે મહાદેવ હર નુ સ્મરણ કરતા,શંકર ભગવાનની કૃપા થાય
સંગે વિઘ્નવિનાયક શ્રી ગણેશ કહી વંદન કરતા,પાવનકૃપા મળતી જાય
શ્રધ્ધા રાખીને પુંજન કરતા માનવ દેહને,જીવનમાં સુખશાંંતિ મળી જાય
અનંતશાંંતિ મળે મળેલદેહને,પાવનકૃપાએ જીવને જન્મમરણથી છોડીજાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
February 2nd 2021

ગજાનન શ્રી ગણેશ

*** ભગવાન ગણેશના આ અંગોનુ છે એક આગવુ મહત્વ,નથી ખબર તો આજે જ જાણી લો…. | Fearless Voice***

.        .ગજાનન શ્રી ગણેશ          

તાઃ૨/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
માતા પાર્વતીના લાડલા દીકરા,સંગે પિતા શંકર ભગવાન પણ કહેવાય
પવિત્ર જીવનનીરાહ સંગે કૃપા મળતા,જગતમાં ભાગ્યવિધાતાય કહેવાય
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
શ્રીગણેશને વંદન કરતા માતા પાર્વતી,પિતા ભોલેનાથનીકૃપા થઈ જાય
મળેલ માનવદેહપર ગજાનંદ શ્રીગણેશની,શ્રધ્ધાએ પુંજનકરતા કૃપા થાય
જગતમાં એમને સિધ્ધી વિનાયક કહેવાય,જેજીવને પાવનરાહ આપીજાય
પવિત્રનામથી ઓળખાણ હિંદુમાં,તેમની અનેક કામમાં પુંજા કરાવી જાય
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
ૐ ગં ગણપતયે નમો નમઃના સ્મરણથી,દેહ પર શ્રી ગણેશની કૃપાથાય
સંસારમાં કાર્તીકભાઈના ભાઇ હતા,સંગે બેન અશોકસુંદરીના ભાઈ થાય
જીવનમાં સરળતાનો સાથ મળતા,રીધ્ધી અને સિધ્ધીના પતિ પણ થાય
પિતા શંકરભગવાન સંગે માતાપાર્વતીની કૃપાએ,જગતમાં એ આવી જાય  
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
===========================================================
November 21st 2020

વિરપુરના વૈરાગી

    મોરબીમાં જલારામ મંદિરે મહાઆરતી અને કેક કાપીને જન્મજયંતીની ઉજવણી - Sanj Samachar
.             .વિરપુરના  વૈરાગી
તાઃ૨૧/૧૧/૨૦૨૦   (જન્મદીવસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ           

પવિત્રભુમી ભારતમાં જન્મ લીધો વિરપુરમાં,જે સંત જલારામથી ઓળખાય
પિતા પ્રધાનઠકકર ને માતા રાજબાઈના,એ જગતપર સંતજલારામ કહેવાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય
મળેલ દેહને પાવનરાહે લઈ જતા જલારામને,ના કોઇ મોહમાયા અડી જાય
પરમકૃપા મળી પરમાત્માની મળેલ દેહને,જે જીવનમાં ના અપેક્ષા થઈ જાય
પવિત્રજીવ એ પત્ની વિરબાઈનો જીવનમાં,એ પતિનાદેહની કૃપા મેળયીજાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા પરિવારને,પરમાત્માની પરમકૃપાનો અનુભવથાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય
મળેલદેહને જીવન મળે જ્યાં દેહને સાચવીને ચલાય,સંગે ભોજન પણ લેવાય
મળેલ પવિત્ર ભોજન દેહને મળે,ના હોટલ રેસ્ટોરંટમાં કદીય જમવાને જવાય
પ્રેરણા કરી પ્રભુએ વિરપુરના પવિત્ર વૈરાગી,જલારામને જે અન્નદાનથી દેખાય
પવિત્રકૃપા વિરબાઈ પર પરમાત્માની,જે સંતની સેવા કરવા પ્રેમથી રાજી થાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય.
જન્મદીવસની જ્યોતપ્રગટી ભારતમાં,એજ પવિત્ર ધરતીપર પવિત્રદેહ લઈ જાય
મળેલ માનવદેહને પ્રેરણા કરે પરમાત્મા,જે વિરપુરના જલારામના વર્તને દેખાય
કૃપા મળી માબાપની વિરપુરમાં સંતાનને,નિખાલસ ભાવનાથીએ કર્મ કરી જાય
જગતમાં પવિત્રસંતથી શ્રીજલારામ ઓળખાય,એ હિંદુધર્મની જ્યોત પ્રગટાવીજાય
...એ પરમ પવિત્ર વિરબાઈના પતિદેવ થઈ જાય,જગતમાં એ વિરપુરના વૈરાગી કહેવાય.
********************************************************************
 સંત પુજ્ય જલારામબાપાના જન્મદીવસ નીમિત્તે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
November 1st 2020

જન્મદીવસની જ્યોત

*** Inventathon@HCC – HCC Office of Student Innovation***

.           .જન્મદીવસની જ્યોત   

તાઃ૪/૧૧/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વ્હાલી અમારી લાડલી દીકરી દીપલને,આજે પ્રેમથી હેપ્પીબર્થડેજ કહેવાય
સમયની પવિત્રરાહ પકડીનેચાલતી વ્હાલી દીકરી,આજે છત્રીસવર્ષની થાય
....એજ પરમકૃપા મળી સંત જલાસાંઇની,એ નિશીતકુમારની જીવનસંગીની થઈ જાય.
પાવનકૃપા મળી પરમાત્માની જીવનમાં,એસદમાર્ગે જીવને શાંંતિઆપી જાય
મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,ના કોઇ મોહમાયા કે અપેક્ષા અડી જાય
માનવજીવનમાં સુખ શાંંતિનો સાથ મળે,જ્યાં નિર્મળ ભાવેજ ભક્તિ કરાય
જન્મદીવસની પવિત્ર જ્યોત પ્રગટે,જે પપ્પા મમ્મીના આશિર્વાદથી મેળવાય
....એજ પરમકૃપા મળી સંત જલાસાંઇની,એ નિશીતકુમારની જીવનસંગીની થઈ જાય.
ભક્તિમાર્ગની રાહે જીવન જીવતા,મળેલ દેહના કુળને એ આગળ લઈજ જાય
પરમાત્માને પાવનપ્રાર્થના કરી વંદનકરતા,સમય સંગે મળેલદેહ પર કૃપા થાય
વ્હાલી અમારી દીપલ પાવનરાહે જીવનજીવી,નિશીતકુમારને પ્રેમ આપી જાય
મળેલદેહના જન્મદીવસને યાદ કરી જીવતા,સતમાર્ગે જીવનમાં શાંંતિ મળીજાય
....એજ પરમકૃપા મળી સંત જલાસાંઇની,એ નિશીતકુમારની જીવનસંગીની થઈ જાય.
******************************************************************
       અમારી વ્હાલી દીકરી દીપલનો આજે જન્મદીવસ છે તેની જન્મતારીખને 
યાદ રાખી તે પ્રસંગ નિમીત્તે આ કાવ્ય તેને અમારા તરફથી સપ્રેમ ભેંટ.
   લી.પપ્પા સહિત મમ્મી,ભાઈ રવિ અને હિમા.
*****************************************************************


	
« Previous PageNext Page »