February 2nd 2021

ગજાનન શ્રી ગણેશ

*** ભગવાન ગણેશના આ અંગોનુ છે એક આગવુ મહત્વ,નથી ખબર તો આજે જ જાણી લો…. | Fearless Voice***

.        .ગજાનન શ્રી ગણેશ          

તાઃ૨/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
માતા પાર્વતીના લાડલા દીકરા,સંગે પિતા શંકર ભગવાન પણ કહેવાય
પવિત્ર જીવનનીરાહ સંગે કૃપા મળતા,જગતમાં ભાગ્યવિધાતાય કહેવાય
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
શ્રીગણેશને વંદન કરતા માતા પાર્વતી,પિતા ભોલેનાથનીકૃપા થઈ જાય
મળેલ માનવદેહપર ગજાનંદ શ્રીગણેશની,શ્રધ્ધાએ પુંજનકરતા કૃપા થાય
જગતમાં એમને સિધ્ધી વિનાયક કહેવાય,જેજીવને પાવનરાહ આપીજાય
પવિત્રનામથી ઓળખાણ હિંદુમાં,તેમની અનેક કામમાં પુંજા કરાવી જાય
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
ૐ ગં ગણપતયે નમો નમઃના સ્મરણથી,દેહ પર શ્રી ગણેશની કૃપાથાય
સંસારમાં કાર્તીકભાઈના ભાઇ હતા,સંગે બેન અશોકસુંદરીના ભાઈ થાય
જીવનમાં સરળતાનો સાથ મળતા,રીધ્ધી અને સિધ્ધીના પતિ પણ થાય
પિતા શંકરભગવાન સંગે માતાપાર્વતીની કૃપાએ,જગતમાં એ આવી જાય  
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
===========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment