February 9th 2021

જય હનુમાન

Image result for જય હનુમાન

.            જય હનુમાન                

તાઃ ૯/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બજરંગબલી બળવાન છે હનુમાન.જે ભારતમાં પવનપુત્ર કહેવાય
માતા અંજનીના એ લાડલાસંતાન,રામસીતાના ભક્તથી ઓળખાય
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
જયજય હનુમાનના સ્મરણથી,મળેલદેહને કૃપાએ સુખ મળી જાય.
પરમાત્માના દેહથી અયોધ્યામાં જન્મ્યા,જે શ્રી રામથી ઓળખાય
રાજા દશરથના એસંતાન હતા,સંગે સીતાના એ પતિદેવ કહેવાય
સમય આવતા લંકાના રાજા રાવણ,જીવનમાં ખરાબકર્મ કરી જાય 
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
લંકાથી રાવણ અયોધ્યાઆવી.શ્રીરામની પત્નિને ઉઠાવીને લઈ જાય
શ્રી રામની તકલીફમાં મદદ કરવા,બજરંગબલી હનુમાન આવી જાય
ભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,પર્વતપર સંજીવનીને લાવી જાય
સીતામાતાને બચાવવા શ્રી હનુમાન,રાજા રાવણનુ દહનએ કરી જાય
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
*************************************************************

 

      

  

February 9th 2021

શ્રી ગણેશ

Image result for શ્રી ગણેશ

.             શ્રી ગણેશ              

તાઃ૯/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

રિધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતા,જગતમાં ભોલેનાથના સંતાન કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપા મળતા,પવિત્ર વિઘ્નવિનાયકથી ઓળખાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,જે માતા પાર્વતીના સંતાનનો જન્મ લઈ જાય
ભાઈ કાર્તિક અને બહેન અશોકસુંદરીના,ભાઈથી પરિવારમાં ઓળખાય
પરમાત્માએ દેહ લીધો શ્રીશંકરથી,હિમાલયની પુત્રી પાર્વતી પત્ની થાય
હિંદુ ધર્મમાં જગતમાં શ્રીભોલેનાથ કહેવાય,જે પવિત્ર ગંગા વહાવી જાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
બમબમભોલે મહાદેવ હર નુ સ્મરણ કરતા,શંકર ભગવાનની કૃપા થાય
સંગે વિઘ્નવિનાયક શ્રી ગણેશ કહી વંદન કરતા,પાવનકૃપા મળતી જાય
શ્રધ્ધા રાખીને પુંજન કરતા માનવ દેહને,જીવનમાં સુખશાંંતિ મળી જાય
અનંતશાંંતિ મળે મળેલદેહને,પાવનકૃપાએ જીવને જન્મમરણથી છોડીજાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++