February 16th 2021

વસંત પંચમી

***આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે***

.           વસંત પંચમી 
       (જન્મદીવસની શુભેચ્છા)
તાઃ૧૬/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર વસંતપંચમી છેઆજે,જેમાં માતાસરસ્વતીને પુંજનથી વંદન થાય
પાવનકૃપા મળે માતાની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપ આરતી કરાય
.....હિન્દુ ધર્મમાં અનેક પવિત્ર દીવસ છે,જેમાં શ્રધ્ધાથી પુંજન અર્ચન થાય.
મળે માનવદેહ એજ કૃપા પરમાત્માની,જે જીવને આગમન આપી જાય
થયેલ કર્મનો સંબંધ છે જીવને,એ અવનીપર જન્મમરણથીજ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા ધરતીપર,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રધર્મ હિંદુછે જગતમાં,જે ધર્મમાં અનેકપવિત્ર તહેવારમાં પુંજન થાય
.....હિન્દુ ધર્મમાં અનેક પવિત્ર દીવસ છે,જેમાં શ્રધ્ધાથી પુંજન અર્ચન થાય.
ધુપદીપ પછી વંદન કરી આરતી કરાય,સંગે માતાને ભોગ પણ ધરાવાય
શ્રધ્ધાથી માતાની પુંજા કરતા,ૐ એમ મહાસરસ્વત્યે નમઃનુ સ્મરણ થાય
માતાની પાવનકૃપા માનવદેહને સમજણ આપે,જે જીવને શાંંતિ મેળવાય
પવિત્ર તહેવારની કૃપા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
.....હિન્દુ ધર્મમાં અનેક પવિત્ર દીવસ છે,જેમાં શ્રધ્ધાથી પુંજન અર્ચન થાય.
############################################################