January 4th 2016
. .સન્માનકેડી
તાઃ૪/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરેલ કર્મ એ દેહને સ્પર્શે,જે જીવને અનુભવથી સમજાય
માનવદેહ મળતા જીવને,કર્મની કેડી સમયથી મેળવાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
શીતળ કર્મ જીવને સ્પર્શે,જે જીવનમાં શાંન્તિ આપી જાય
ના કળીયુગની કાતરઅડે,કે નામાનવદેહ વ્યર્થ થઈજાય
સરળ જીવન જગે જીવતા,ના દેહને જન્મોજન્મ સહેવાય
ભક્તિપ્રેમને સમજીને ચાલતા,જીવથી સાચી ભક્તિ થાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,જ્યાં સત્કર્મ સંગે જીવાય
અવનીપરનુ આગમન એ દેહ છે,જે મળે જીવને સમજાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જે થકી જીવને મુક્તિ મેળવાય
જલાસાંઇની જ્યોત ભક્તિની,જીવને રાહ સાચી દઈ જાય
…………એ અદભુતલીલા પ્રભુની,જગતમાં કોઇથીય ના છોડાય.
+++++++++++++++++++++++++++++++++++++
December 31st 2015
. . નિર્મળ સહવાસ
તાઃ૩૧/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવનમાં સહવાસ નિખાલસ,જીવને શાંન્તિ સ્પર્શી જાય
પામર જીવન પાવન થઈ જાય,ત્યાં સ્નેહની ગંગા વહી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય
અવની એ આધાર છે જીવનો,જે જીવને અનેક દેહથી દેખાય
કયો દેહ ક્યારે મળશે જીવને,એ કર્મના બંધનથી જ મેળવાય
આવનજાવન એ જીવના બંધન,જગતમાં ના કોઇથી છોડાય
શ્રધ્ધા રાખી નિર્મળભક્તિ કરતા,જીવને રાહ સાચી મળી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય.
દેહ મળતા જીવને અવનીપર,સમયની સીડી પકડાઇ જાય
કળીયુગનીકેડી જ્યાંમળે જીવને,ત્યાં સદકર્મો દુર ભાગી જાય
મોહ માયાની ચાદર અડતા,જીવને દેખાવ ભક્તિ મળી જાય
મનથીકરેલ માળા જલાસાંઇની,સંસારી દેહ પાવન કરી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય
#########################################
December 30th 2015
. . મળતી માયા
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી માયા દેહને અવનીએ,જ્યાં જીવને દેહ મળી જાય
સુંદરતાની સ્પર્શે માયા દેહને,જે દેખાવની દુનીયા કહેવાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
કુદરતની આ અજબલીલા,દેહને જકડતી પ્રીત એ કહેવાય
મળે આંખથી માયા જીવને,જે જીવને સમયે જકડતી જાય
મળે મનને મોહ સુંદરતાનો,જે કળીયુગની કેડી જ કહેવાય
ના છટકે માનવદેહ ને ના કોઇ પ્રાણી પશુથી ય છટકાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
પ્રથમ પ્રેમ મળે પરમાત્માનો,જીવને રાહ સાચી દઈ જાય
ભક્તિ જ્યોત પ્રગટતા જીવનમાં,અનંત શાંન્તિ મળી જાય
જલાસાંઈની માળા કરતા જીવ,જન્મ મરણથી છટકી જાય
મળેલ માયા ભક્તિની જીવનમાં,સુખ શાંન્તિય મળી જાય
……….ના મંતર જંતર અડે કે ના કોઇ જીવથી અવનીને છોડાય.
+++++++++++++++++++++++++++++++++++++++
December 30th 2015
. .આજ અને કાલ
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજ કાલ એ દેહના સંબંધ,જગતમાં જન્મ મળે સમજાય
માનવદેહ મળતા અવનીએ,દેહને આજકાલ સ્પર્શી જાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
વર્તનવાણી તો દેહને સ્પર્શે,ના આજ અને કાલને પકડાય
કરેલ કર્મ એ જીવનેપકડે,જે જીવને જન્મ મળે અનુભવાય
મારૂતારૂ એ નિર્મળરાહ છે,જે જીવને દેહમળે સમજાઈજાય
અવનીપર તો દેહ અનેક છે,જે સમયની સીડીથી દેખાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
મળેલ સમયની સાથે ચાલતા,આજે કામ પવિત્ર થઈ જાય
આવતી કાલની ના વ્યાધી કોઇ,જે કરેલ કર્મથી મળી જાય
કૃપાનીકેડી આંગળી ચીંધે,એ દેહથી ઉજ્વળજીવન જીવાય
મળેલ જન્મને સાર્થક કરતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય
……….આ અદભુત છે લીલા જગતપિતાની,સમય સમયે સમજાય.
=======================================
December 30th 2015
. . નિર્મળકેડી
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ જીવન રાખીને જીવતા,જગે માનવતા મહેંકી જાય
અભિમાનની ના ચાદર અડે,કે ના અપમાનપણ મળી જાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
પળેપળ એ સમયની કેડી,જગતમાં ના કોઇ જીવથી છટકાય
દેહ મળતા જીવને અવનીએ,કર્મનાબંધન દેહથી જકડીજાય
માનઅપમાનને નેવે મુકતા,જીવને નિર્મળ જીવન મળીજાય
કળીયુગ સતયુગ એ લીલા પ્રભુની,જે સમયથી સમજાઈજાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
દેહ મળે જીવને અવનીએ,જે સમયની સાથે જ એ ચાલી જાય
બાળપણના સમયને છોડતા,દેહને ઉંમરે જુવાની મળી જાય
અસીમ કૃપા મળે જીવને,જ્યાં સાચી ભક્તિ નિર્મળતા એ થાય
અનંત આનંદની ગંગા વહેતા,જીવ પાવનરાહને મેળવી જાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 29th 2015
. . લગની કે લાગણી
તાઃ૨૯/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લગની લાગી પ્રેમની જીવને,ત્યાં અનેક રાહને મેળવાય
સાચીરાહે લગની લાગતા,મનપર શાંન્તિવર્ષા થઈજાય
……….દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,જીવને લગની લાગી જાય
સાચો પ્રેમ નિખાલસતા આપે,જે જીવ લગનીએ દોરાય
પાવનકર્મની રાહમળે જીવનમાં,જ્યાં કૃપા પ્રભુનીથાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએ જીવને શાંન્તિથાય
………દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
પ્રેમનો સંબધ સાચવી ચાલતા,મનથીજ લાગણી થાય
ઉજ્વળતાની રાહ દેવા દેહના,સંબંધ સાચવીને જીવાય
અંતરથી આપેલપ્રેમ જીવનમાં,સાચી લાગણી કહેવાય
દેહમુકતા અવનીથી જીવને,લાગણી સાચીરાહ દઈજાય
………દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
======================================
December 29th 2015
. .રાહ
તાઃ૨૯/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમરણના બંધન જીવને,કર્મબંધનથી મળી જાય
અવનીપરના આગમને દેહને,અનેક રાહ મળી જાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
ભક્તિરાહની જ્યોતે જીવતા,જલાસાંઇની કૃપા થાય
સંસારી જીવનપાવન કરતા,અવનીએ જીવ હરખાય
મળેલ પરમાત્માની જ્યોતે જીવતા,શાંન્તિ મળીજાય
નામાગણીમોહ સ્પર્શે જીવને,જીવનપવિત્રરાહેજીવાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
પ્રેમની પાવન કેડી મળે,જ્યાં જીવન નિર્મળ થઈ જાય
થાય જીવ પર પ્રભુકૃપા,જ્યાં શ્રધ્ધાએ ભક્તિપુંજા થાય
મળેલ જન્મને સાર્થક કરવા,ભક્તિથી કળીયુગદુર જાય
આવી આંગણે પરમાત્મા રહે,જ્યાં નિખાલસ ભક્તિ થાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
**************************************************
December 27th 2015

. . કળીયુગી દુનીયા
તાઃ ૨૭/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર છે સમયની સીડી,જેને યુગો યુગ એમ કહેવાય
આજકાલને સમજતા કરોડો વર્ષો,જીવ જકડ જકડાતો જાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.
અવનીને ના ઉંમર અડે,કે ના જન્મ મત્યુ પણ સ્પર્શી જાય
કુદરતની એતો દ્રષ્ટિ છે,જેને જગતમાં કોઇથી ના અંબાય
સતયુગને જ્યાં વિદાય મળે,ત્યાં કળીયુગ કેડી આવી જાય
કુદરતની કૃપા મેળવવા કળીયુગમાં,નિર્મળ ભક્તિ કરાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.
કળીયુગની દુનીયામાં જીવતા,જીવને ખોટીરાહ મળી જાય
સમજીને જીવનમાં પગલુ ભરતા,તકલીફ તોય અડી જાય
દેખાવનો સંગ જ્યાં મળે જીવને,ત્યાં પ્રભુ કૃપાય દુર જાય
મોહમાયાએ આફત જીવનમાં,અનંત દુઃખ પણ આપી જાય
……….એ છે અવનીપરની અસર,જે યુગો યુગોથી જ ઓળખાય.
==+++++++++++++++++++++++++++++++++++==
December 27th 2015
. . પકડ્યો પ્રેમ
તાઃ૨૭/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવનમાં પકડ પ્રેમની,અંતે અનુભવથી સમજાય
સાચોપ્રેમ ક્યારે મળ્યો જીવને,ને દેખાવનો ક્યાંરે ભટકાયો
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
વાણી વર્તન છે પ્રેમની કેડી,જે સમયની સાથે ચાલી જાય
સુખ દુઃખમાં સંગાથ મળે જીવને,ત્યાં કર્મબંધન અડી જાય
અવનીપરના આગમનને સાચવે,નિર્મળ જીવનમળીજાય
કુદરતની જ્યાં કૃપામળે દેહને,જીવથી ભક્તિપ્રેમ મેળવાય
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
કળીયુગના સહવાસે રહેતા,જીવને દેખાવી પ્રેમ મળી જાય
સુખસાગરમાં રહીને જીવતા,અનેકનો સાથ મળ્યો દેખાય
દુઃખની નાની રાહ જીવનેમળતા,મિત્રોજ દુશ્મન થઈ જાય
એજ કળીયુગની કેડી અવનીએ,જે મળતા પ્રેમથી સમજાય
………..એ સમય સમયે સમજાઇ જાય,જ્યાં નિખાલસતા સહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++
December 27th 2015
. . કેડી માનવીની
તાઃ૨૭/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહની અજબલીલા અવનીપર,વર્તનથી દેખાય
જીવને મળેલ દેહ અવનીએ,કર્મના બંધનથી મેળવાય
……….શીતળતાનો સંગ મળે જીવને,જે સાચી ભક્તિ શ્રધ્ધાએ સહેવાય.
માનવદેહ મળે જીવને,જે માબાપનુ સંતાન છે કહેવાય
બાળપણમાં મળે પ્રેમ જીવને,નિખાલસ જીવન દઈજાય
પવિત્રરાહ મળે માતાથી,સંતાનને ભક્તિરાહ મળી જાય
માનવતાની કેડી મળે પિતાથી,ઉજ્વળ જીવન કરી જાય
……….શીતળતાનો સંગ મળે જીવને,જે સાચી ભક્તિ શ્રધ્ધાએ સહેવાય.
ભણતરએ જીવનનુ ચણતર,જીવનમાં રાહ સાચી દઈ જાય
મનથી સાચીરાહ પકડતા,જીવનમાં સન્માન પણ મળીજાય
માતાએ દીધેલ શ્રધ્ધાએ ભજતા,જલાસાંઇની કૃપા થઈજાય
પકડી નિર્મળ કેડીને જીવનમાં જીવતા,માનવતા મહેંકી જાય
……….શીતળતાનો સંગ મળે જીવને,જે સાચી ભક્તિ શ્રધ્ધાએ સહેવાય.
==========================================