August 27th 2007

કલ્પના..

                                  કલ્પના
૨૪/૮/૭૪.                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેવી કલ્પના આવી મને,જાણે સ્વર્ગ આવ્યું ધરતી પર
એવું માની મેં  લીધું, જાણે તુજને હું પામી  ગયો.
                                                       …કેવી કલ્પ્ના આવી.
શબ્દનો જ્યાં સાર છે,માનવીની કિંમત છે નહીં
કર્મ જેને પાવન બનાવે એવો આ જન્માન્ત છે
જેને પામવા દીસે જગત,આરાધનામાં ડુબ્યું ખરે
ભારત એવો આ દેશ છે,કૃતાર્થ જીવન પામી લે તું
                                                       …કેવી કલ્પ્ના આવી.
ધરતી જેની પાવન દીસે,જીવન મરણથી જે મુક્ત છે
માનવી જેને આનંદ છે,ગીતો હતા ગુંજનસમાદીસે નહીં
સ્વપ્નની સાકારતા પામી ગયો,જન્મ અહીં લઇને હું
કલ્પનાની સાર્થકતાને યથાર્થ કરવા,જીવન એળે નહીં જશે.
                                                       …કેવી કલ્પ્ના આવી.

                                   ~~~~~~~~~~~~

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment