આ તો તમે રહ્યા..
આ તો તમે રહ્યા..
ઘરના એટલે………
૨૩/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળપણમાં એકડો બગડો બોલવો ગમે નહીં
પાટી પેન પકડતા હાથમાં ના ઉત્સાહ હતો કંઇ
તોય કમને નિશાળે ગયો ને થોડું ભણ્યો તહીં
તેથી લખતાંવાંચતાં ફાવીગયું આવી ગયો અહીં
…..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
જુવાનીના જોશમાં ગામમાં દેખાવ કરતો બહું
વાળ ગોઠવું ગુચ્છો પાડું ચાલવાનું ઠેકાણુ નહીં
કસરત કરવા વહેલોઉઠી ના જતો અખાડે તહીં
શરીરદેખાય સુડોળ પણ મગજમાં ઉત્સાહ નહીં
…..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
લોકોને જોઇ ભણવા જતો મનમા ઉમંગ નહીં
કોલેજ જતોત્યાં કોલર ઉચારાખી ચાલતો તહીં
સ્ટાઇલમાં રહેતો હંમેશ જાણે નૌટંકીનો હું હીરો
મારતો વ્હીસલ જ્યારે બે ચાર મિત્રો દેખુ હારે
…..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
ઉત્સાહ મુકેલ પાછળ પણ ઉંમર તો થતીગઇ
ના ના કરતાં એક દીવસ હું પરણી ગયો ભઇ
લફરાં નાંના નાંના હતાંહવે વળગ્યું લફરુંમોટું
જીવન હવે ના ચાલે વાંકુ મહેનત ભરેલુ દીઠુ
…..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
*********************************************************