August 29th 2008

સાજનનો સાથ

                                સાજનનો સાથ
 
તાઃ૨૮/૮/૨૦૦૮ ……………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાજન તારો સાથ મળે તો,સાગર તરી જઉ
              જીવનમાં આવતી ઝંઝટને હું પ્રેમે ભુલી જઉ

સંસાર તો સાગર જેવો,જગતના જીવો જાણે
            તરવાની ના સમજ જેને,જ્યાં ત્યાં ફાંફા મારે
જ્યાં મહેનત મનથીથાય ત્યાં સફળતા દેખાય
           અંતરમાં આનંદ ઉભરાય,ને દુખડાં દુર જાય

સગપણ સાચું સ્નેહનું,મનથી જ મળી જાય
            જ્યાં લાગણી પ્રેમને સ્નેહ,ત્યાં જગ પ્રેમે ન્હાય
કાયાને વળગી છે માયા,સાજનને મળી સહેલી
             સાચો સ્નેહ દીપી ઉઠે,જ્યાં હૈયા હરખાઇ જાયુ

આગળપાછળ ના જોવું ઉભરાય હૈયું ત્યાંરહેવું
           માયા પ્રેમ મળશે સદા,જ્યાંદિલમાં આનંદથાય.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

August 29th 2008

ખાવાની મઝા

                          ખાવાની મઝા

તાઃ૨૮/૮/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
સબવે ની ના સેંડવીચ જોતો,
                કે ના જોતો બરગરના બ્રેડ
મૅકડૉનલની ફ્રાઇઝ ના ખાતો.
                       કે ના સી સી ના પીઝા
                          ……અરે ભઇ હું તો ખાતો મોટા રોટલા
કૉક,પૅપ્સી કે સ્પ્રાઇટ ના જોતો,
                 કદી ના મીનરલ વૉટર
પેટની પીડા જાતે વ્હોરતા ત્યારે,
                    ડૉક્ટર શોધવા પડતા અહીં
                          ……માટે પ્રેમથી રોટલા હું ખાતો અહીં
ચીઝના લેતો,પનીર ના ખાતો,
                શરીરે ચરબી ચઢી જતી ભઇ
ખાતો લેટસ સાથે ગાજર લેતો,
                     એપલ કરતાં કેળા ઉત્તમ લાગે
                         …..તેથી રોટલા સાથે કેળા ખાતો અહીં
કૅચપ કે ના શૉસ શોધતો,
                    કુકી સીરીયલ ના હેલ્થ માટે
ના જોઇએ ૨% મીલ્ક મારે,
                        સૉલ્ટ પૅપર કે ના ગાર્લીક બ્રેડ
                      ……ક્યારેક રોટલા સાથે લેતો હોલ મીલ્ક
 
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ