August 27th 2008

વંદન આરતી

                     વંદન આરતી
તાઃ૨૭/૮/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
જય શંકર ભોલે,બોલો જય શંકર ભોલે
ધુપદીપ કરી આરતી કરીએ …(૨)
             ઓ કૃપાળુ કરતાર,પ્રભુ જય ભોલે ભગવાન

નંદી સવારી,કૈલાસ નિવાસી,છો સૃષ્ટિનો આધાર
પ્રેમે વંદી,શીશ નમાવી,ગાઇએ ભક્તિના ગુણગાન
 …….                            ……પ્રભુ જય ભોલે ભગવાન

સૃષ્ટિ કાજે,વિષ પીધા, કરવા ભક્તોના કલ્યાણ
ત્રિનેત્ર ખોલી અસુરો માર્યા,સુણી ભક્તોના પોકાર
…………..                      ……પ્રભુ જય ભોલે ભગવાન

ગૌરી શંકર,પાર્વતી પરમેશ્વર,છો ભોળાના ભગવાન
પિતા ગજાનન,કરુણા સાગર, ઓ પ્રદીપના આધાર
………..                      ……પ્રભુ જય ભોલે ભગવાન
 
—————————————–

August 27th 2008

ખાલી હાથ

                     ખાલી હાથ

તાઃ૨૬/૮/૨૦૦૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ્

સાચી શક્તિ ભક્તિમાં, છે પ્રભુનો અણસાર
માગુમનથી પ્રભુનીપાસે મુક્તિ દો ભગવાન

અવની પરના આગમન ને, કર્મ તણા છે બંધન
સુખદુખનીસહયારી જીંદગીમાં,ભક્તિનો છે સંબંધ

સાચી માયા પ્રભુથી કરવી જગની માયા મિથ્યા
આવ્યા અવનીપર જ્યારે,મળી જગમાં આ માયા

માળાની ના જરુર જગને, હ્રદયમાં રાખો શ્રીરામ
અંતરથી જ્યાં સ્મરણ થાયત્યાં મળે છે જલારામ

આવ્યા આ ધરતી પર, હાથમાં કાંઇ ન લાવ્યા
ના લઇ જવાના જગથી,ખાલી હાથ જ જવાના

દેજો મનથી પ્રેમ પ્રભુને, શીવની પામશો કૃપા
અવસર ફરી નાઆવે આ,જ્યાં પરમપિતાની ભક્તિ

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

August 27th 2008

આરતી મહાદેવની

                          shivaji.jpg            

                           આરતી મહાદેવની

તાઃ૨૫/૮/૨૦૦૮                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય જય ભોલે,શિવ જય શંકર ભોલે;
આરતી અર્ચન કરીએ..(૨) વંદન નીત કરીએ
                                         ….પ્રભુ જય જય જય ભોલે

પાર્વતી પતિ પરમેશ્વર..(૨) શીર ગંગા ધારી, પ્રભુ..(૨)
નીલકંઠ,વિષધારી..(૨), નાગેશ્વર મહાદેવ..પ્રભુ..(૨)
                                         ….પ્રભુ જય જય જય ભોલે

ત્રિશુલધારી,જગત આધારી..(૨)વંદન નીત કરીએ..પ્રભુ..(૨)
સૃષ્ટિ આધારી,પ્રમકૃપાળુ..(૨)લેજો નીજ ચરણે..પ્રભુ..(૨)
                                        . ….પ્રભુ જય જય જય ભોલે

કરુણાસાગર દયાનાદાની..(૨), ભોલાના ભગવાન..પ્રભુ..(૨)
સહવાસ સર્પનો ,કરી નંદી સવારી,ગૌરીના ભરથાર..પ્રભુ..(૨)
                                       …..પ્રભુ જય જય જય ભોલે

વંદન કરીએ નીત સવારે..(૨) સાંજે સ્મ્રણ થાય..પ્રભુ..(૨)
પ્રદીપ વંદે,રમા પણ વંદે..(૨)લઇ ભક્તિનો સંગાથ..(૨)
                                        …..પ્રભુ જય જય જય ભોલે

  ___________________________