August 21st 2008

જીવની શાન્તિ

                               જીવની શાન્તિ

તાઃ૨૦/૮/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલ મારુ દરીયા જેવું, ને પ્રેમ છે આકાશ જેવો
વિશાળતાના આ સંબંધમાં,નથી કાંઇ કહેવા જેવુ 
હસતો હમેશા,પ્રેમ મેળવતો ને પ્રેમથી પ્રેમ દેતો
આ માનવજીવનમાં હું હમેશા જીવને શાન્તિદેતો
                             ….. હું પ્રેમથી પ્રેમ વહેંચી લેતો
મમતા મને મળી હતી, ને હેતથી હરખાઇ લેતો
સંબંધના એક મીણ તાંતણે બંધનમાં હું બંધાતો
લાગણી સાથે રાખતો હંમેશા ને પ્રેમ હૈયે રહેતો
જ્યાં ઉભરો જોતો વધારે ત્યાંથી હું છટકી  જાતો
                            …… હું પ્રેમથી પ્રેમ વહેંચી લેતો
ના માયામાંમુઝાતો કે ના લાગણીમાં ડગી જાતો
માનવજીવનને મહેંક મળે ત્યાં ભક્તિમાં બંધાતો
સારુ નરસુ સમાન જોતો પરમાત્માની જ્યાં દ્રષ્ટિ
કર્મતણા બંધનથીનીકળવા હું જયજલારામ કહેતો
                          ….ને પ્રેમને હું પ્રેમથી વહેંચી લેતો
ગાગરસાગરના ભેદ ના જાણુ મનથી હુ પ્રેમ રાખુ
જ્યામ સ્વાર્થનો અણસાર મળે ત્યાં હુ ખસી જાતો
પરમકૃપાળુની કૃપાપામવા સંત જલાસાંઇ ભજતો
થયોજ્યાં ભક્તિનો અણસાર ત્યાંજીવે શાંન્તિ જોતો
                           …..ને જલાસાંઇ જલાસાંઇ ભજી લેતો
_____________________________________________