August 18th 2008

નાગેશ્વર મહાદેવ

                      bhole18.jpg                     

                       નાગેશ્વર મહાદેવ

તાઃ૧૮/૮/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

છે સર્પોનો સહવાસ એવા કૃપાળુ નાગેશ્વર મહાદેવ
લીધો વિષ તણો સહવાસ જેના કંઠે છે મુક્તિના દ્વાર
થાય આ જીવનો ઉધ્ધાર એવો છે ભક્તિનો અણસાર
……………………….હર હર બોલાય ને પ્રભુ નાગેશ્વર પુજાય

શક્તિ જેની દ્રષ્ટિમાં ને જગે કૃપાળુ કહેવાય
ભક્તિ કરતાં મનથી પ્રભુની જીવને મુક્તિ દ્વર દેખાય
દુધ અભિષેક શ્રાવણ માસે પ્રેમે પ્રભુને થાય
મનની શાંન્તિ સદાઅ મળે ને અંતે ભક્તિ મળી જાય
………………………જ્યારે હર હર બોલાય ને નાગેશ્વર પુજાય

જગતપિતા પરમાત્મા ને પાર્વતી પતિ પુજાય
સોમવારની સવારમાં જ્યારે ૐ નમઃ શિવાય બોલાય
કર્મબંધન છુટી જશે ને ભક્તિની શાંન્તિ મળશે
નામોહ કે માયા જગતની વળગે જે જોતા મિથ્યાલાગે
……………………….મનથી હરહર બોલાય ને નાગેશ્વર પુજાય

ઓ કરુણાકારી ઓ જગત વિહારી શંકર ભગવાન
લો જીવની સાચી સેવા દો મુક્તિના દરવાજા ખોલી
મન માગે પ્રભુની કૃપા જેને જીવનિ સાથે લેણા
આવજો અંતે લેવા સ્વીકારી સાચી શ્રાધ્ધાથી સેવા
……………….પ્રદીપ,રમાથી હરહર બોલાય ને નાગેશ્વર પુજાય.

ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ