August 10th 2008

દ્રષ્ટિ મળી

                           દ્રષ્ટિ મળી 

તાઃ૧૦/૮/૨૦૦૮                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે વાહ ભઇ ,આજે મારી દ્રષ્ટિ ચોખ્ખી થઇ
                ચીંતા કરતો અહીં જ્યારથી ઝાંખુ દીસે ભઇ
આડુંઅવળું વાકુંચુકુ ગમેતેમ કશું કહ્યુનાઅહીં
                ચાલતો ગયો બહાર બેઠો દવાખાનામાં જઇ
મોં બંધરાખી શરુકરાવ્યું આંખો તપાસવાનું
                 નાકાંઇ હું બોલ્યો કે નાકોઇએ કોઇનેકંઇ દીધુ
વગર મફતનું કામથાય ત્યાં બોલવાનુ નહીં
               આંખો સુધરશે મારી તેમ વિચારતો હું અહીં
ડેન સાંભળી દીનુ સમજી ગયો રુમની મહીં
              ના નામની ચિંતા કોઇને,પેશન્ટ જોઇએ અહીં
ગયોતો આંખચૅકકરાવવા ત્યાં સર્જરીથઇગઇ
                ટળી ચિંતા દિકરાની અહીં દવા મફતનીથઇ
ખર્ચો થયો ડેનનો ને દીધો સરકારે ચૅક દઇ
              દીનુભઇ જો બોલ્યો હોતતો કંઇકામ થાત નહીં 
પરમાત્માની ખરી કૃપા કે ખર્ચો બચ્યો અહીં
          દીવો કર્યો ભગવાનને મફતમાં દ્રષ્ટિ સુધરીગઇ

======================================