March 17th 2009

ઉજાણીનો આવરદા

                               ઉજાણીનો આવરદા

તાઃ૨૪/૨/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભઇ જીભ સળવળે મારી,જ્યાં સાંભળે નામ ઉજાણી
ના રાહ સમયની હુ જોતો, કેડ બાંધી તૈયાર રહેતો
                               ……. ભઇ જીભ સળવળે મારી.
કોણલાવશે શુ ને કોણલાવશે કેટલું તેવું વિચારુબહુ
ઉંધીયું આવશે યા ગોટા કે પછી લાવશે પાણીપુરી
ફાફડાઆવશે તો ચટણી મળશે કે પછી ટામેટાસુપ
મરચુ તળેલુ મળી જાય ત્યાં તો ગોટા લાગે અમૃત
                               ……. ભઇ જીભ સળવળે મારી.
હુ વિચારુ કે આજે છે શનીવાર છે ઉજાણી રવિવાર
આનંદમનમાં એટલો હતો કે ના માન્યો ના મનાય
સમયની સાથે ચાલતો જાણે હું મનમાંબહુ મલકાવુ
મળશે આનંદઅનેરો કાલે જે માણવા હું આજેતૈયાર
.                               …… ભઇ જીભ સળવળે મારી.
રવિવારની આજે લહેરથતાં હુ પહોંચીગયો સ્થળપર
સમયની હુંરાહ જોતો શોધુ મિત્રોના આગમનનીપળ
સાંજ પડી હુ એકલો રહ્યો સમજ્યો ઉજાણી ક્યાં ગઇ
હતી ગઇ કાલે ઉજાણી આજે ના આવે ફરી એ અહીં
                                ……. ભઇ જીભ સળવળે મારી.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment