March 4th 2010

પ્રાર્થનાનુ ફળ

                      પ્રાર્થનાનુ ફળ

તાઃ૪/૩/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખ સંસારની માયા,વળગી ચાલે કાયાને
મળે ક્યારે કોઇના જાણે,સંબંધ છો  હોય કર્મોના
                     ………સુખદુઃખ સંસારની માયા.
માયા તો સૌ જીવને વળગી.ના રહે એ અળગી
દેહ ભલે હોય માનવ કેપ્રાણી,ના શકે કોઇ છટકી
બુધ્ધિ કેરા દાનદીધા છે,પરમાત્માએ માનવ દેહે
સમજી વિચારી જે પગલુ માંડે,મળે ભક્તિની કેડી
                     ………સુખદુઃખ સંસારની માયા.
ઉજ્વળ જીવન પામવા,જીવને રહે રટણ હૈયેથી
પ્રભુકૃપા મળીજાય જ્યાં,પાર્થના કરીએ મનથી
ભક્તિપ્રેમથી કરતાંપ્રભુની,ઉજ્વળ જીવન લાગે
સફળતાનીસીડીમળે,જે પ્રાર્થનાનુ ફળ લઇઆવે
                   ………..સુખદુઃખ સંસારની માયા.

=============================

March 2nd 2010

કલ્યાણના માર્ગ

                        કલ્યાણના માર્ગ

તાઃ૨/૩/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવ દેહ જગતમાં,કૃપા પરમાત્માની કહેવાય
જન્મધરીને આવતાં જીવને,મુક્તિના માર્ગ મળીજાય
                        ……….મળે માનવ દેહ જગતમાં.
માબાપનો પ્રેમ મળી જાય,જ્યાં બાળપણને સચવાય
મળીજાય જ્યાંનિર્મળસ્નેહ,જે જીવનુ કલ્યાણ કરીજાય
આશીર્વાદ  જ્યાં મનથી મળે,ત્યાં જીવને શાંન્તિ થાય
વાણીવર્તનવિચારસાચવતાં,માર્ગ સફળતાનોમેળવાય
                        ……….મળે માનવ દેહ જગતમાં.
મહેનત મનથીકરતાં ભણતરે,જીવન ઉજ્વળ થઇ જાય
સાચી રાહ જીવનમાં લેતાં,સઘળી વ્યાધીઓ ટળી જાય
મનને શાંન્તિ મળે  આવીને,ત્યાં પ્રેમની વર્ષા જ થાય
સંબંધ અને દેહના માર્ગ,જીવથી આજન્મે જ છે લેવાય
                      ……….. મળે માનવ દેહ જગતમાં.
અપારલીલા કુદરતનીભઇ,જ્યાં જીવથી સમજાઇજાય
ભક્તિમાર્ગની કેડીલેતાં,જીવથીપ્રભુકૃપા મેળવાઇજાય
સંતને  વંદન કરતાં દેહથી,સદમતિ દેહને દેખાઇ જાય
પામી પ્રેમ પરમ પિતાનો,કલ્યાણનામાર્ગ મળી જાય
                        ……….મળે માનવ દેહ જગતમાં.

================================

March 1st 2010

આવી ધુળેટી

                          આવી ધુળેટી

તાઃ૧/૩/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માર્ચ મહીનો ૨૦૧૦ નો મઝાનો,લાવ્યો આજે ધુળેટી
હોળીકાનુ દહનથતાં ગઇકાલે,માણો આજે રંગરંગીલી 
                           ……….માર્ચ મહીનો ૨૦૧૦ નો.
પાપભરેલી પોટલીછુટી,જ્યાં પડી પરમાત્માની સોટી
અહમમોહને છોડ્યા  ગઇકાલે,આજે આવી ભઇ પહેલી
મનનીમુંઝવણ તોભાગીદુર,ને આવી સરળતાનીહેલી
જીવન પાવન બનતુ લાગે,જ્યાં પીચકારી કંકુનીથઇ
                            ………માર્ચ મહીનો ૨૦૧૦ નો.
ગુલાલની જ્યાં ચપતી ચોંટી,ત્યાં ગાલ ઉભરાઇ જાય
કંકુની ફોરમમહેંકતા ભઇ,નારીની મુંઝવણ ચાલી ગઇ
ધુળેટીની સટાકી પડતાં આજે,નફરત પણ ભાગી ગઇ
મસ્તમઝાની પ્રેમનીસાંકળ,જગતજીવોને વળગી ભઇ
                          ………..માર્ચ મહીનો ૨૦૧૦ નો.
હોળી તો ગઇકાલે હતી,જે દહનથતાં જ વિસરાઇ ગઇ
આવીધુળેટી આજેસંગીનીથઇ,જે ગુલાલ લપડાઇ ગઇ
ગુજરાતીની તો ગરવીગાથા,તહેવારોથીસમજાઇ ગઇ
પ્રેમ પામવાની અજબ પ્રેરણા,જે પ્રસંગોએ મળી ભઇ
                           ………..માર્ચ મહીનો ૨૦૧૦ નો.

++++++++++++++++++++++++++++++++

« Previous Page