August 2nd 2010

લાગી લગન

                       લાગી લગન

તાઃ૨/૮/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગે લગની જ્યાં દેહથી,ના કોઇથીય એ છોડાય
મન મક્કમ જ્યાં કરી લીધું,દેહથી મેળવાઇ જાય
                           ……..લગની લાગે જ્યાં દેહથી.
દેહ મળતાં જીવનેજગે,પ્રેમ માબાપનો જ મેળવાય
ના તેમાં કોઇ શંકા રહે,દેહને બાળપણથી ઓળખાય
દેહને લાગે જ્યાં લગની પ્રેમની,ઘોડીયે છે હિંચકાય
મળી જાય હેલી પ્રેમની,જ્યાં સંતાન બની રહેવાય
                           ………લગની લાગે જ્યાં દેહથી.
વિદાય થતાં બાળપણને,ત્યાં તો જુવાની દેહે દેખાય
જુવાનીના સોપાનકઠણ,પણ એ મહેનતથીજ ચઢાય
પાટી પેનનો સંગ સાચો,મળે સોપાન જીવને ઉજ્વળ
સરળ બની જાય આ જીવન,જ્યાં લગની લાગી જાય
                            ……….લગની લાગે જ્યાં દેહથી.
ભક્તિનો સંગ અતિ નિરાળો,જીવથી જ એ મેળવાય
મળી જાય સાચાસંતની દોર,ભવસાગર તરી જવાય
ખુલીજાય જ્યાં દ્વારમુક્તિના,થઇજાય જીવનો ઉધ્ધાર
ના અવતરણની ચિંતાજીવને,શરણું પભુનુ મળીજાય
                           ………. લગની લાગે જ્યાં દેહથી.

++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment