August 24th 2010

રક્ષાનો તાંતણો

 

 

 

 

 

 

 

 

                        રક્ષાનો તાંતણો

તાઃ૨૪/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ      

રાખડી બાંધતાં ભાઇને,બહેનની આંખો ભીની થાય
નિસ્વાર્થ પ્રેમના આબંધન,જે માબાપથી મળીજાય
                            ……….રાખડી બાંધતાં ભાઇને.
રાખડી શોધતાં તો લાગી વાર,પણ તુરત બંધાઇ ગઇ
અંતરથી ઉભરેલ પ્રીત,બહેનની આંખોથી કહેવાઇ ગઇ
આંગણે નજર રાખી શ્રાવણમાં,ભાઇની રાહ જોતી થઇ
                               ……….રાખડી બાંધતાં ભાઇને.
ભાઇને જોતાંજ બારણે બહેની,ખોલવાને દોડી દોડી ગઇ
આંખો ભીનીથઇ ભાઇની,બેનથી માની પ્રીત મળી ગઇ
સુખદુઃખમાં સંગાથેરહેતા,જીંદગી સાચોપ્રેમ મેળવી ગઇ
                                ……….રાખડી બાંધતાં ભાઇને.
મોગરો ગુલાબની મહેંક મળી,જ્યાં બારણે આવ્યો ભાઇ
જન્મોજન્મના બંધન માગવા,માને પ્રાર્થના કરતી જઇ
કૃપાપ્રભુની સદાવરસે,ને સાર્થકપ્રેમ મળે ભાઇનો અહીં
                                 ……….રાખડી બાંધતાં ભાઇને.

+++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment