August 24th 2010

રાખડીના બંધન

                          રાખડીના બંધન

તાઃ૨૪/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરત કેવી ન્યારી છે જગતમાં,ના દેહથી કોઇએ જાણી
સ્નેહના સકંજાની આરીત,એ ભાઇબહેનની સાચી પ્રીત
                       ……….કુદરત કેવી ન્યારી છે જગતમાં.
બાળપણમાં રડતા ભાઇને,વ્હાલથી બહેન ઝુલાવી જાય
નાની બહેનની ભીની આંખજોતાં,ભાઇ પાસે દોડી જાય
નાનાનાના દેહનીઆપ્રીત,છે માબાપના સંસ્કારનીરીત
મળીજાય સંતાનને સ્નેહે,બને ઉજ્વળજીવન મળે પ્રીત
                        ………કુદરત કેવી ન્યારી છે જગતમાં.
ભક્તિ એતો સંસ્કાર જીવના,ને પ્રેમ એ દેહની લાયકાત
આશીર્વાદ મળે માબાપના,દેહનો જન્મ સફળ થઈ જાય
તાંતણો એક રક્ષાનોબાંધતા,માડીજાયાનો પ્રેમમળીજાય
રાખડીના બંધન છેઅનેરા,એતો બાંધનારને જ સમજાય
                        ……… કુદરત કેવી ન્યારી છે જગતમાં.
શ્રાવણ માસના આ દિવસો,પવિત્ર ભક્તિથી જ સમજાય
દરેકપળને જ્યાં પારખી લીધી,ત્યાં જીવ મુક્તિએ દોરાય
રક્ષાબંધન છે તાંતણોસ્નેહનો,ભાઇનાહાથે બેનથી બંધાય
અખંડ અલૌકિક પ્રેમમળે,જગતને પ્રેમનાબંધને દોરીજાય
                       ……… કુદરત કેવી ન્યારી છે જગતમાં.

+++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment