April 12th 2011

અપેક્ષીત દોર

                            અપેક્ષીત દોર 
 
તાઃ૧/૪/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
બાળકની અપેક્ષા માતાથી.

૧. માતાનો પ્રેમ અને નિખાલસ સ્નેહ મળે.
૨. જીવનના દરેક સોપાને માતાના આશિર્વાદ મળે.
૩. ઘોડીયાની દોરી હલાવી મધુર નિંદ હલારડાથી લાવે.
૪. દુધને શીશી કે પ્યાલાથી મા પોતાના હાથથી પીવડાવે.
૫. ભીના કપડાંને બદલાવી મધુર સુગંધ અને બચીથી પ્રેમ આપે.
૬. નાના દેહને માતા પોતાના ખોળામાં લઈ ચમચીથી અન્નપુર્ણા બને.
૭. જીવને જન્મ દીધા પછી તેને સાચા રસ્તે ચાલવા સંસ્કારની છાયા આપે.

માતાની અપેક્ષા સંતાનથી 

૧. દીધેલા સંસ્કારને સાચવી ઉજ્વળ જીવન જીવે.
૨. બાળપણમાં દીધેલ પ્રેમ અને લાડને જીવનભર સાચવે.
૩. મારેલ એક ટપલી સતમાર્ગે દોરી ઉજ્વળ રાહ પકડી ચાલે.
૪. પોતે દીધેલ સંસ્કાર અને પિતાએ દીધેલ જીવનની કડી સાચવે.
૫. સુખ અને દુઃખમાં સદા સાથે રહી નિરાશતાને જીવનથી દુર ભગાડે.
૬. સંતાન બની માબાપને જે પ્રેમ આપ્યો છે તેજ જીવનસાથી સંગે પણ આપે.
૭. પિતાના પ્રેમને પારખી મળેલ કુળને પાવન કરી ભક્તિ અને મહેનતને સાચવે.

પિતાની અપેક્ષા સંતાનથી

૧. જીવનના દરેક સોપાન સમજીને ચાલે.
૨. સરળ ચાલતી કેડી પર જરૂરે પિતાનો સાથ લે.
૩. સાચી શ્રધ્ધા અને મહેનતને સાથે રાખી જીવન જીવે.
૪. ભક્તિનો સંગ રાખતાં પ્રભુની કૃપા મળે છે તે ધ્યાનમાં રાખે.
૫. નીતીને સાથે રાખી મહેનત કરતાં જીવનની વ્યાધીઓ ભાગી જશે.
૬. માબાપની કોઇપણ ટકોર એ સારા અને પવિત્ર જીવનનો અરીસો છે.
૭. લગ્ન જીવનની કેડી પકડતાં સંતાન માબાપના આશીર્વાદની જ અપેક્ષા રાખે.

==============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment