April 12th 2011

મન લબડ્યુ

                        મન લબડ્યુ

 તાઃ૮/૪/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આતો હવા કળીયુગની એવી,ના સમયની રાહ એજોતી
ક્યારે આવીને જકડે દેહને,ત્યારેજ મનને તકલીફ થાતી
અરે આ છે હવા પાણીના જેવી,ના કોઇને કદીયે છોડતી
                      ……….આતો હવા કળીયુગની એવી.
શીતળ સ્નેહે ચાલતી ગાડીને,જેમ પડે પવનની ઝાપટ
આગળ પાછળનો ના સંકેત,કે જ્યાં શ્રધ્ધાનો છે પાવર
જ્યાં મનને મળતી કાચી માયા,ત્યાં માનવદીલ દુભાય
ભોળાદીલને નાપારખ કોઇની,ત્યારેજ મન લબડી જાય
                      ……….આતો હવા કળીયુગની એવી.
સુંદરતા દેખાય આંખોને જ્યાં,ત્યાં સમજુ સાચવી જાય
લબડી પડતાં થોડું મતીથી,માનવજીવન વેડફાઇ જાય
ભક્તિનોસહવાસમનથી મળતાં,પાવનકર્મો દેહથી થાય
જન્મ મરણની સાંકળને તોડવા,મન ત્યાંજ અટકી જાય
                       ……….આતો હવા કળીયુગની એવી.

  ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment