April 20th 2011

પકડેલ પ્રેમ

                        પકડેલ પ્રેમ

તાઃ૧૧/૩/૨૦૧૧   (આણંદ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખમાં સંગાથ મળે તો,પ્રેમ અંતરથી થાય
પ્રેમની નાની કેડી પકડતાં,પાવનકર્મ થઈ જાય
                  …………સુખદુઃખમાં સંગાથ મળે તો.
સાચાખોટા શબ્દના મોહમાં,વ્યાધી વળગી જાય
આ કર્યુ ને આ બાકીમાં,સાંભળતા સદીઓ જાય
પ્રેમ શબ્દને પારખી લેતા,માનવતાને સમજાય
ક્યાંક કદીક મળે દીલથી,જન્મ સફળ થઈ જાય
                    ………..સુખદુઃખમાં સંગાથ મળે તો.
નાના મોટાને પારખી લેતાં,દેહ પ્રેમને સમજાય
નિર્મળપ્રેમ નિરાળો મળતાં,સૌસંગી પણ હરખાય
મોહમાયાને બાજુમાં મુકતાં,સ્વર્ગ સાચુ સહેવાય
પ્રેમ મળે જો મનથી સાચો,દુનીયા મુંઝાઇ જાય
                  ………….સુખદુઃખમાં સંગાથ મળે તો.
જન્મમળ્યો માનવીનો,જીવે મુક્તિમાર્ગ મેળવાય
સાચી શ્રધ્ધા જલાસાંઇની,ભક્તિમાર્ગ મળી જાય
ભક્તિસાચી મનથીકરતાં,નિર્મળ પ્રભુપ્રેમ લેવાય
મળેલસાચા પ્રેમથીજગમાં,જીવનોજન્મ સુધારાય
                     …………સુખદુઃખમાં સંગાથ મળે તો.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment