ભોલે સાંઇ
. ભોલે સાંઇ
તાઃ૨૭/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથના ભક્તિ માર્ગથી,જીવને અનંત શાંન્તિ થાય
સાંઇબાબાને ભાવથી ભજતાં,દેહથી કર્મસફળ થઈ જાય
. ……………….ભોલેનાથના ભક્તિ માર્ગથી.
શ્રધ્ધા રાખી પ્રેમથી ભજતાં,પરમકૃપાળુ ભોલેસાંઇ હરખાય
જીવનેમાર્ગ મળે સદગતિનો,અંતે જીવનુ કલ્યાણ થઇ જાય
મોહમાયાના વાદળ છુટતાં જગે,જીવને સદમાર્ગ મળી જાય
કૃપા મળે ભોલેનાથની ,ત્યાં મા પાર્વતીનો પ્રેમ વરસી જાય
. ………………..ભોલેનાથના ભક્તિ માર્ગથી.
ચરણ સ્પર્શ કરતાં બાબાના દેહથી,કપાળે ભસ્મ લાગી જાય
ઉજ્વળ જીવન પ્રેમથી મળતાં,કૃપાએ જન્મસફળ પણ થાય
ૐ સાંઇનાથનુ ઉચ્ચારણ કરતાં,બાબા આંગણે આવી જાય
ભોળાનાથની ભક્તિન્યારી,અંતે જીવને સ્વર્ગવાસ મળીજાય
. …………………….ભોલેનાથના ભક્તિ માર્ગથી.
==========================================