February 29th 2012

કોણ આપે

.                      કોણ આપે

તાઃ૨૯/૨/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાકડી પકડી હાથમાં જ્યારે,ત્યાં પગલા ચાર ભરાય
ટેકો મળે મનને જીવનમાં,ત્યાં સાચી રાહ મળી જાય
.                              …………..લાકડી પકડી હાથમાં જ્યારે.
બાળપણની કામણ લીલા,મુખથી ઉંઆ ઉંઆ સંભળાય
ઝુલા ઝુલતા પારણેઝુલી,માતાનોપ્રેમસાચો મળીજાય
પિતાપ્રેમની કેડી ન્યારી,જીવનમાં રાહ સાચો દઈ જાય
ગુરૂજીને કરતાં વંદન પગે,દેહથી કર્મ પાવન  થઇ જાય
.                               ……………લાકડી પકડી હાથમાં જ્યારે.
ના માગે મળતો મોહ કે માયા,જ્યાં હવા કળીયુગી વાય
લીધીકેડી જીવનમાંસરળ,જે સાચીમાનવતાએમળીજાય
પ્રેરણા મળે ભક્તિપ્રેમથી,જ્યાં ભક્ત જલાસાંઇને ભજાય
સુખ શાંન્તિને સહવાસ નિર્મળ,જ્યાં ભક્તિ શ્રધ્ધાથી થાય
.                               …………….લાકડી પકડી હાથમાં જ્યારે.

==========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment